Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત... આવી નોરતાની રાત

આદ્ય શકિતની આરાધનાની પાવનકારી મહાપર્વ અશ્વિની નવરાત્રીનો મંગલ આરંભ થયો છે. ગઇકાલે પ્રથમ નોરતે જ સમી સાંજે શહેરના ચોક જાણે ચાચર ચોક બન્યા હોય તેમ રોશનીના ઝગમગાટ, ધૂપ-દીપથી સમગ્ર માહોલ ભકિતમય થયો છે. શ્રી આશાપુરા ગરબી મંડળ - શ્રી આશાપુરા મંદિર પેલેસ રોડ  શહેરના આશાપુરા મંદિર ખાતે ૧૯૫૦થી આસો નવરાત્રીનું ખૂબ ધામધૂમથી - ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શ્રી આશાપુરા ગરબી મંડળમાં ૬૦ બાળાઓ તાલી રાસ, દાંડીયા રાસ, દિવડા રાસ, ટીપ્પણી રાસ, મંજીરા રાસ, મટકી રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. જે નિહાળવા ભાવિકો ઉમટે છે. આશાપુરા ગરબી મંડળમાં ઉષાબેન પંડયા, ગીતાબેન ચોટાઇ, વિજયભાઇ, હર્ષદભાઇ ત્રિવેદી સેવા આપે છે. રાજ પરિવાર સંચાલીત ગરબી મંડળ સ્નેહલબેન ભટ્ટ સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) 

(3:14 pm IST)