Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજકોટ રેલ્વે સ્ટેશનને પ્લાસ્ટીક કચરાથી મુકત કરવા વધુ એક સફાઇ અભિયાન

રાજકોટઃ આજે કલીન ઇન્ડીયા કેમ્પેઇન-ર૦ર૧ અંતર્ગત રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર સફાઇ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટીક કચરાથી મુકત કરવા કવાયત કરવામાં આવી હતી. રેલ્વે હોસ્પીટલના ચીફ મેડીકલ સુપ્રી. ડો. એમ.આર.ચક્રવર્તી અને તેમની ટીમે રમતગમત અને યુવા મામલાના મંત્રાલય અંતર્ગત કાર્યરત નહેરૂ યુવા કેન્દ્રના જીલ્લા અધિકારી સચિન પાલ સાથે મળી આ સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. રેલ્વે સ્ટેેશન આસપાસનો વિસ્તાર, પાર્કીગ સ્ટેન્ડ, રેલ્વેના મુખ્ય દરવાજા સામે, પાર્સલ અને રીઝર્વેશન ઓફીસ આસપાસ ૩ કલાક સઘન સફાઇ આદરી ૧પ૦ કિલોથી વધુ પ્લાસ્ટીક કચરો એકઠો કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ રેલ્વે સ્ટેશન રોડ પરથી આરપીએફ ઓફીસ, દુરસંચાર ઓફીસ, બ્રીજ ઓફીસ, એન્જીનીયરીંગ ઓફીસ સહીતની જગ્યાઓ ઉપર સફાઇ હાથ ધરવામાં આવશે.

(3:11 pm IST)