Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નરેન્દ્રભાઇએ રાજનીતિમાં નવી કેડી કંડારી : પ્રો. જોષીપુરા

કાયદા ભવનના લોથલ ઓડીટોરીયમ ખાતે અભ્યાસુઓના સમારોહમાં ઉદ્દબોધન

રાજકોટ : બંધારણીય સ્થાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અવિરત ૨૦ વર્ષ પૂર્ણ કરી ભારતીય રાજનીતિમાં નવી કેડી કંડારી છે. તેમ કાયદા ભવન અને માનવ અધિકાર ભવનના અધ્યક્ષ ડો. આનંદ ચૌહાણ તથા ડો. રાજેન્દ્ર દવેની પહેલથી લોથલ ઓડીટોરીયમ ખાતે અભ્યાસુઓના યોજાયેલ એક ગરીમાપુર્ણ સમારોહને સંબોધતા પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યુ હતુ. તેઓએ જણાવેલ કે નરેન્દ્ર મોદી સંગઠન મંત્રી તરીકે પ્રદાન રાજનૈતિક અભ્યાસુ અને રણનીતિકાર તરીકેની ભુમિકા ભજવી લોકહ્ય્દયમં ટુંકાગાળામાં મહાનાયકનું સ્થાન હાંસલ કરેલ છે. પડકારોને તકમાં પરિવર્તીત કરવાની ઉત્કૃષ્ટ ક્ષમતા માત્ર ભારત નહીં વિશ્વના રાજનિતિશાસ્ત્રમાં નિષ્ણાંતો માટે અભ્યાસ અને વિચારનો મુદ્દો બની ગયેલ છે. આ પ્રસંગે ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ કૌશિક ટાંક, અધિવકતા પરિષદ ગુજરાતના પ્રશાંતકુમાર જોશી, વરિષ્ઠ પત્રકાર શ્રી રાદડીયા, શૈક્ષણિક ક્ષેત્રના શ્રી વનરાજ, માનવ અધિકાર જાગૃતિ અભિયાનના શ્રી રામાનુજ, સામાજીક અગ્રણી વિનયભાઇ વ્યાસ, એજયુકેશનલ લીગલ એન્ડ સોશ્યલ રીસર્ચ ફાઉન્ડેશનના રીસર્ચ ગ્રુપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન પ્રિતેશ પોપટે કરેલ. ડો. કુ. જાડેજા, ડો. ધરા ઠાકર, ધારાશાસ્ત્રી  જગદીશ ચોટલીયા, પી.એલ.વી. સમ્રાટ રશ્મીકાંતભાઇ ઉપસ્થિત રહેલ.

(3:10 pm IST)