Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કાલે ભીખાભાઈ વસોયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિઃ શ્રધ્ધાંજલી અર્પવા ભવ્ય રકતદાન કેમ્પ

વિજયભાઈના હસ્તે કેમ્પનું દીપપ્રાગટયઃ અંદાજીત ૧ હજાર બોટલ રકત એકત્ર થશેઃ જયદીપ વસોયા

રાજકોટ,તા.૮: જેમને અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત જલાવી છે અને સમાજ સેવા થકી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશ માટે રાજકોટ તેમનું ઋણ ચૂકવી ન શકે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ સ્વ ભીખાભાઈ જસમતભાઇ વસોયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મહારકતદાન કેમ્પનું આયોજન આવતીકાલે તા.૯ના શનિવારે સવારે ૭ થી સાંજે ૪ સુધી બાપા સીતારામ ચોક, મવડી રોડ ખાતે કરવામાં આવ્યું છે.

રકતદાન કેમ્પમાં દીપ પ્રાગટય સવારે ૯ વાગ્યે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રી પ્રદિપભાઈ ડવ, અરવિંદભાઈ  રૈયાણી ગુજરાત રાજ્યના મંત્રી, શ્રી જયેશભાઇ રાદડીયા પૂર્વ કેબિનેટ મંત્રી,  શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ,  બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશ ગજેરા, ઉમિયા માતાજી સંસ્થાનના ચેરમેન મૌલેશ ઉકાણી, શાસ્ત્રી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી એસજીવીપી  ગુરૂકુળ રીબડા, તેમજ કમલેશ મીરાણી પ્રમુખ શહેર ભાજપ રાજકોટ, નીતિનભાઈ ભારદ્વાજ પ્રભારી સુરેન્દ્રનગર,  ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય,  બીનાબેન આચાર્ય મંત્રી ગુજરાત પ્રદેશ , દર્શિતાબહેન  શાહ ડેપ્યુટી મેયર  મ્યુનિસિપલ કોર્પોરેશન, વિનુભાઈ નેતા શાસક પક્ષ રાજકોટ, મ્યુનિસિપલ કોર્પોરેશન ભાનુબેન બાબરીયા કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય , રમેશભાઇ ટીલાળા ચેરમેન શાપર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન,  શૈલેષભાઈ સગપરીયા મોટીવેશનલ સ્પીકર, જે વી  ઘોડા  પીઆઈ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, વિનુભાઈ સોરઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧ , મગનભાઈ સોરઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૨, લીલુબેન જાદવ કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧ , બાબુભાઈ સોરઠીયા પ્રમુખ શ્રી સોરઠીયા પરિવાર,  તુલસીભાઈ મેઘાણી પ્રમુખશ્રી મેઘાણી પરિવાર ,કાંતિભાઈ વારા પ્રમુખશ્રી બાઈમંદિર ટ્રસ્ટ,  મોહનભાઈ કુંડારીયા સાંસદ શ્રી રાજકોટ , ધનસુખભાઇ ભંડેરી ચેરમેન શ્રી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ,  લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય, અંજલીબેન રૂપાણી મહિલા મોરચા ગુજરાત, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન, સુરેન્દ્રસિંહ વાળા દંડક,  રાજુભાઈ બોરીચા પ્રભારી શ્રી વોર્ડ નંબર ૧૩ , જીતુ ભાઈ વસોયા મંત્રી શ્રી ખોડલધામ ટ્રસ્ટ , જયેશ ભાઈ સોરઠીયા અગ્રણી ઉદ્યોગપતિ , જયેશ ઉપાધ્યાય, રણજીતભાઈ સાગઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧ , ભારતીબેન પાડલીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧, મિત્તલ લાઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૨ અસ્મિતાબેન નંબર ૧૨ , મનસુખભાઇ ધંધુકિયા પ્રમુખ શ્રી વાટલીયા પ્રજાપતિ ,  વિજયભાઈ ડોબરીયા સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. અંદાજીત એક હજાર રકતની બોટલ એકત્ર થાય તેમ સ્વર્ગસ્થ ભીખાભાઇ વસોયા પરિવાર અને જયદીપ ભીખાભાઇ વસોયા મો.૯૯૨૪૪ ૩૯૩૯૪ એ જણાવ્યું હતું.

(2:59 pm IST)