Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વિડીયો કોલ કરી નગ્ન થઇ થઇ યુવતિઓને પજવતો વિરપુરનો ઢગો બીજીવાર પકડાયો

પાયલ પટેલના નામે ઇન્સ્ટાગ્રામ રિકવેસ્ટ મોકલી બાદમાં ધમકી આપી'તી : કિશન ડાભીને અગાઉ રેન્જ સાયબર ક્રાઇમની ટીમે પકડ્યો હતોઃ આ વખતે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૮: વિરપુરના એક ઢગાએ યુવતિના નામે કોલેજીયન યુવતિને ઇન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ મોકલી બાદમાં તેણીની વિડીયો કોલ કરી નગ્ન થઇ બિભત્સ વર્તન કરતાં રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે તેને દબોચ્યો હતો. આ ઢગાએ રાજકોટની વધુ એક યુવતિને પાયલ પટેલના નામની ઇન્સ્ટાગ્રામ રિકવેસ્ટ મોકલ્યા બાદ વિડીયો કોલ કરી તેની સામે નગ્ન થઇ જઇ બાદમાં બીજા આઇડીમાંથી રિકવેસ્ટ સાથે સ્ક્રીનશોટ મોકલી વિડીયો કોલમાં વાત નહિ કર તો તારા ફોટા વાયરલ કરી દઇશ તેવી ધમકી દેતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ૨૧ વર્ષની યુવતિની ફરિયાદ પરથી જેતપુરના વિરપુર ગામે રહેતાં કિશન જયંતિભાઇ ડાભી સામે આઇપીસી ૩૫૪ (એ), ૫૦૭, ૫૦૯ અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. યુવતિ હાલમાં અભ્યાસ કરે છે. તેણે પોલીસને કહ્યું હતું કે તે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ સહિતની એપ્સનો ઉપયોગ કરે છે. ૨૯/૭/૨૧ના સાંજે ચારેક વાગ્યે તેણીને ઇન્સ્ટાગ્રામ પર પાયલ પટેલના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.

આથી તેણીએ આ રિકવેસ્ટ સ્વીકારી હતી. એ પછી રિકવેસ્ટ મોકલનારે પોતે બ્યુટી પાર્લર ચાલવે છે તેમ કહી વાતો શરૂ કરી હતી. ત્યારબાદ આ પાયલ પટેલ નામના આઇડીમાંથી વિડીયો કોલ આવતાં તેણીએ વિડીયોકોલ રિસીવ કરતાં જ એક શખ્સ દેખાયો હતો જેણે નગ્ન હાલતમાં બિભત્સ દેખાવ કરતાં તેણીએ આ આઇડી બ્લોક કરી નાંખી હતી.

ત્યારબાદ આ યુવતિને પાર્લર કલાસીસના નામથી એક લિંક ઇન્સ્ટાગ્રામ પર આવી હતી. તેમજ તેની સાથે અગાઉ જે પાયલ પટેલના નામની આઇડી બ્લોક ધકરી હતી એ આઇડીમાંથી કરાયેલા વિડીયો કોલનો બિભત્સ સ્ક્રીનશોટ પાડીને મોકલાયો હતો. તેમજ એવું કહેવાયું હતું કે જો તું વિડીયો કોલમાં વાત નહિ કરે તો તારા ફોટા વાયરલ કરી નાંખીશ. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

સાયબર ક્રાઇમબના પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ એમ. એમ. ચાવડા સહિતની ટીમે તપાસ કરી છોકરીના નામે અને કલાસીસના નામે આઇડી મોકલનાર અંગે તપાસ કરતાંતે જેતપુરના વિરપુરનો કિશન જેન્તીભાઇ ડાભી હોવાનું ખુલતાં તેને પકડી લવાયો છે. અગાઉ કિશનને રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમની ટીમે આવા જ એક ગુનામાં પકડ્યો હતો. તેણે વધુ કોઇ યુવતિઓને આ રીતે હેરાન પરેશાન કરી છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે.

(12:47 pm IST)