Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસમાં સોમવારે ખાતા ખોલવાની મેગા ડ્રાઈવ

મિનિમમ રૂા.૫૦૦ની બેલેન્‍સથી ખાતું ખુલશેઃ સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનાનો પણ લાભ લેવા અનુરોધ

રાજકોટઃ આગામી તા.૧૧ ઓકટો. થી ૧૭ ઓકટો. દરમ્‍યાન આઝાદી કા અમૃત મહોત્‍સવ તથા રાષ્‍ટ્રીય પોસ્‍ટલ સપ્‍તાહની ઉજવણીના ભાગરૂપે તા.૧૧ સોમવારના રોજ બેન્‍કિંગ ડે તરીકે  ઉજવણી અંતર્ગત આ દિવસે રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે અલગ અલગ કેટીગરીના એકાઉન્‍ટ ઓપનિંગની મેગા ડ્રાઈવ રાખવામાં આવેલ છે. પોસ્‍ટ ઓફિસમાં દરેક પ્રકારના ખાતાનો વ્‍યાજદર બેંકના વ્‍યાજદર કરતાં વધારે છે. ૫૦૦ના મિનિમમ બેલેન્‍સ સાથે બચત ખાતું ખોલી નેટબેંકિંગ, મોબાઈલ બેંકિંગ, ATM જેવી સુવિધાનો લાભ મળે છે. આ ઉપરાંત RD, MIS, NSC-KVP Certificate, TD, PPF, SSA જેવાં ખાતાંની સ્‍કીમ પોસ્‍ટ ડિપાર્ટમેન્‍ટમાં છે. ભારત સરકાર દ્વારા ૧૦ કે તેથી નાની બાળકીઓ માટે સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના સૌથી લાભદાયક છે. જેની માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના સૌથી લાભદાયક છે, જેની માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે તા.૧૧ના સવારે ૧૦ વાગ્‍યેથી રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ, રાજકોટ ભકિતનગર પોસ્‍ટ ઓફિસ, રાજકોટ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પોસ્‍ટ ઓફિસ તેમજ રાજકોટ પોસ્‍ટલ કોલોની પોસ્‍ટ ઓફિસ ખાતે મેગા કેમ્‍પનું આયોજન કરેલ છે. જે માટે ૧૦ વર્ષથી નીચેની બાળકીના વાલીઓ જરૂરી ડોકયુમેન્‍ટ તેમજ રૂપિયા ૨૫૦ સાથે લાવી સુકન્‍યા સમૃધ્‍ધિ ખાતું તાત્‍કાલિક ખોલી આપવામાં આવશે. આ ઉપરાંત પોસ્‍ટલ સપ્‍તાહ દરમિયાન લાભદાયી અને વધારે બોનસ આપતો પોસ્‍ટલ વીમો તેમજ ગ્રામીય પોસ્‍ટલ વીમાની માહિતી મેળવવા નવા આધાર બનાવવા તેમજ આધારમાં સુધારો કરવા જેથી સુવિધાનો પોસ્‍ટલ સપ્‍તાહ દરમિયાન લાભ લેવા આપ સૌને વિનંતિ કરાઈ છે. ફોન ૦૨૮૧- ૨૨૨૪૫૩૨

 

(11:43 am IST)