Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઓનલાઇન ક્‍લાસ પુરા થયા હોય તો વાડીએ આવ...પિતાએ ફોન કર્યા પછી ધોરણ-૧૨ના છાત્ર કોૈશલની આત્‍મહત્‍યા

મોરબી રોડના હડમતીયા બેડી ગામનો બનાવઃ ‘ન્‍હાઇને આવું છું' એવું કહ્યા પછી તે વાડીએ ન જતાં પિતાએ ઘરે આવી જોતાં એકનો એક દિકરો લટકતો મળ્‍યોઃ સિંધવ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮ : મોરબી રોડ પર હડમતીયામાં પિતાએ ‘ઓનલાઇન કલાસ પુરા થયા હોય તો વાડીએ આવ' ફોન કર્યા પછી ધોરણ-૧રના છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.મળતી વિગત મુજબ હડમતીયા ગામમાં રહેતો કૌશલ મનીષભાઇ સીંધવ (ઉ.પ૭) ગઇકાલે પોતાના ઘરે હતો. તેના માતા-પિતા વાડીએ હતા. બપોરે બે વાગ્‍યા આસપાસ તેના પિતાએ ફોન કરી કૌશલને કહ્યું ‘તારે ઓનલાઇન કલાસ પુરા થઇ ગયા હોય તો વાડીએ આવ' ‘કૌશલે ન્‍હાવા બેઠો છું. પછી આવુ' તેમ કહ્યું હતું. કૌશલ વાડીએ ન આવતા તેના પિતાએ ફોન કરતા તેણે ફોન ઉઠાવ્‍યો નહતો. બાદ સાંજે માતા-પિતા વાડીએથી ઘરે આવ્‍યા ત્‍યારે કૌશલ જોવા ન મળતા પિતાએ ઉપરના માળે તપાસ કરતા કૌશલ લટકતી હાલતમાં જોવા મળતા પિતાએ દેકારો બોલાવતા પરિવારજનો એકઠા ગઇ ગયા હતા અને તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી હરેશભાઇ બારૈયાએ તપાસ કરતા કૌશલનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ હમીરભાઇ તથા રાઇટર યુવરાજસિંહ જાડેજાએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરીહતી મૃતક કૌશલ ધોરણ-૧ર કોમર્સમાં અભ્‍યાસ કરતો હતો તેના માતા-પિતા ખેતી કરે છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છ.ે એકના એક પુત્રના મૃત્‍યુથી સિંધવ પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

 

(11:42 am IST)