Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

બેંકે અનેક કાર્યો કર્યા પરંતુ તેમાં નોટબંધી, કોરોના મહામારી દરમિયાનના કાર્યો વિશિષ્ટ અને સરાહનીય રહ્યા : નલિનભાઇ વસા

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઇઃ ડિવિડન્ડ ૧૮ ટકા નેટ એનપીએ ઝીરો : થાપણ રૂ. ૫,૧૩૯.૫૧ કરોડ, ધિરાણ રૂ।. ૩,૧૩૫.૯૦ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂ।. ૧,૬૯૭.૬૬ કરોડ, ગ્રોસ નફો રૂ।. ૧૨૮.૯૭ કરોડ છે : વિનોદ શર્મા : સંઘ કે સંગઠનનું કામ મૂલ્યોની સ્થાપના કરવાનું છેઃ સુનિલભાઇ મહેતા

રાજકોટઃ તા.૫, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૮મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય,  ખાતે યોજાઇ હતી. બેંકનાં ચેરમેન નલિનભાઇ વસાએ ઉદબોધનમાં જણાવેલું કે,  આર.બી.આઇ.ના નિયમાનુસાર ચેરમેન તરીકેનો કાર્યકાળ આજે પૂર્ણ થઇ રહ્યો છે.  મને આ જવાબદારી નિભાવવા માટે પસંદ ક્યો તે બદલ સહુનો આભાર વ્યકત કરુ છુ. આ ઉપરાંત બેકના સ્થાપક ચેરમેનથી લઇને, જન્મશંકર અંતાણી, અરવિંદભાઇ મણીઆર, વજુભાઇ વાળા, લાલજીભાઇ રાજદેવ, ચંદ્રકાંતભાઇ પાવાગઢી, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર સુધીના પૂર્વ ચેરમેનનો આભાર માનું છું.

 આ તકે અન્ય સાથે સરખામણી કરવાને બદલે એટલું જ કહીશ કે જે તે સમયે જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિને અનુરૂપ દરેક કાર્યકર્તાએ શ્રેષ્ઠ પ્રયત્નો જ ક્યા હોય. એટલે આ તકે એટલું જ કહીશ કે આપણે બધાએ સાથે રહીને આ બધા પરિણામો માટે જે પ્રક્રિયા કરી છે અને તે વખતે આપણે ભાગે આવેલો રોલ આપણે નિષ્ઠા પૂર્વક નિભાવ્યો છે તેનો સામૂહિક આનંદ માણીએ તે યર્થાથ લાગે છે. આપણી બેંકની આર્થિક બાબતોની વાત બેંકના સીઇઓ વિનોદ શર્માએ કરી. તે ઉપરાંતની વાત કરીએ તો, આપણે ઝીરો નેટ એનપીએ કરી શક્યા. શાખાઓને ધિરાણ મંજુરીના પાવર રૂ. ૧૦ લાખના હતા તે વધારીને રૂ. ૨૫ લાખ ક્યા અને અમુક શાખાઓને આ પાવર રૂ. ૪૦ લાખ સુધી વધાર્યા. વીકર સેકશનમાં આર.બી.આઇ.ના માપદડ જાળવતાં, આપણે પ્રથમ વર્ષે જ પ્રાયોરીટી સેકટર લેન્ડીંગ સર્ટીફીકેટ વેચીને રૂ. ૩.૫૦ કરોડનો વધારાનો નફો કર્યો.

  નલિનભાઇ વસાએ વધુમાં જણાવ્યું હતુ કે, આવી જ રીતે બીજી એક પહેલ માર્ગદર્શક મંડળની કરી. બેંકની વિવિધ માહિતીથી તેઓ વાકેફ હોય છે. તેથી જ આપ સહુ સાથે દર ત્રિમાસિક ધોરણે, પાંચમા શનિવારે સાંજે માર્ગદર્શક મંડળની બેઠક યોજવામાં આવી. 

  આપણે ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારમાં ખૂબ જ ચિંતા જોવા મળે છે. આપણી બેંકે કર્મચારી પરિવારજનોને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે રૂ. ૧ લાખનો કરિયાવર આપવાનું શરૂ ક્યું. એવી જ રીતે કર્મચારીઓ સાથે સેટલેમેન્ટ પણ સમયથી પહેલા થઇ ગયા. બધા જ કર્મચારીઓનો રૂ. પ લાખનો જીવન વીમો લેવાયો. મીશન નેકસ્ટ જનરેશન હેઠળ આપણે ૧૦ વર્ષથી મોટા અને ૧૮ વર્ષથી નાના બાળકોને તેમની જ સહીથી બેક ખાતુ ઓપરેટ થાય તેવી સુવિધા આપી અને આ પ્રોજેકટ હેઠળ ૬૦ હજાર બાળકોને બેંક સાથે જોડયા. સભાસદોને તબીબી માંદગીમાં પરીક્ષણ માટે કોઠારી નિદાન કેન્દ્ર અને પંચનાથ હોસ્પીટલમાં વિશેષ આર્થિક સહાયનો લાભ આપ્યો. આવી જ રીતે અન્ય હોસ્પીટલોને આપણી સાથે જોડી અને નિયમીતરૂપે વિશેષ લાભ મળે તેવી વ્યવસ્થા કરી. દર સોમવારે 'નો કાર-ડે' અર્થાત બેંકના ચેરમેનથી લઇ કોઇપણ કર્મચારી બેંકની ગાડી કે પોતાની ગાડી બેંકના કામકાજે વાપરશે નહિ તેવું નક્કી થયું. 

  આપણે ગુજરાતભરમાં સર્વાધિક રૂ. ૫૨૨ કરોડનું ધિરાણ ક્યું અને તે પણ ૩૮ હજારથી વધુ ખાતેદારોને. ત્યારબાદ સભાસદ ભેટ આવી. કોરોના કાળમાં પણ આપણે ૧,૩૮,૦૦૦ સભાસદોને સફળતાથી ઘેર બેઠાં ભેટ વિતરીત કરી ચૂક્યા છીએ. બેંકના નફાની વાત, આપણે રૂ. ૧૦૦ કરોડ નફાનું લક્ષ્યાંક જોતા હતા તે સાકાર થયું અને તેમાં પણ આગળ વધીને ગત વર્ષે સવાયુ એટલે કે રૂ. ૧૨૯ કરોડનો નફો થયો.

 વાર્ષિક સાધારણ સભામાં કુલ ૯ ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણા સાથે સર્વાનૂમતે મંજૂર થયા હતા. ચૂંટણી અધિકારી વિશાલ કપુરીયાએ ડિરૅકટરોની ૭ સીટ માટે ડાયાભાઇ ડેલાવાળા, રાજશ્રીબેન જાની, મંગેશજી જોષી, ટપુભાઇ લીંબાસીયા, કલ્પકભાઇ મણીઆર, કાર્તિકેયભાઇ પારેખ, નલિનભાઇ વસાને બિનહરીફ ચુંટાયેલા જાહેર ર્ક્યા હતા.

 બેંકનાં સીઇઓ-જનરલ મેનેજર વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ની હાઇલાઇટ્સ રજુ કરતાં માહિતી આપી હતી કે, 'બેંકની થાપણ રૂ. ૫,૧૩૯.૫૧ કરોડ, ધિરાણ રૂ. ૩,૧૩૫.૯૦ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૧,૬૯૭.૬૬ કરોડ, ગ્રોસ નફો રૂ. ૧૨૮.૯૭, સ્વભંડોળ રૂ. ૬૯૩.૮૩ કરોડ, સભાસદ ૩,૦૧,૬૮૯ છે. સીડી રેશિયો પપ %થી વધીને ૬૧.૦૨ % છે. સીડી રેશિયો વધે એટલે નફામાં પણ વધારો જોવા મળે છે. લો-કોસ્ટડિપોઝીટ રૂ. ૧,૫૫૩ કરોડ છે. વિશેષમાં પ્રાયોરીટી સેકટરમાં ધિરાણની વાત કરીએ તો, માઇક્રો એન્ટરપ્રાઇઝીસમાં ૭.૫૦% હોવું જોઇએ તેને બદલે ૨૦.૭૯ %, વીકર સેકશનમાં ૧૦ % હોવું જોઇએ તેને બદલે ૧૮ % છે. આ કુલ રેશિયો ૪પ ્રુ હોવો જોઇએ તેને બદલે મને જણાવતાં આનંદ થાય છે કે આ આંક ૫૬.૭૩ % છે. સીઆરએઆર આરબીઆઇના માપદંડ મુજબ ૯ % હોવો જોઇએ તેને બદલે આપણે ૧૫.૭૪ % નોધાયેલ છે. બેંકમાં ઇ-ચેનલનો વપરાશ વધતાં, એટીએમ, યુપીઆઇ, આઇએમપીએસ વ્યવહારમાં અને આસ્બા એપ્લીકેશન કામગીરીમાં નોધપાત્ર વધારો જોવા મળે છે. આ વર્ષમાં ૬૧ હજાર નવા ધિરાણો મંજુર ક્યા. તેમાં પણ ૯૮ % ધિરાણો ૧૦ લાખથી ઓછી રકમના હતા. આપણા ૭૦ % ધિરાણો રૂ. ૨૫ લાખ સુધીના નાના ધિરાણો છે. આર.બી.આઇ.ની નવી ગાઇડ લાઇન મુજબ કુલ ધિરાણોમાંથી ૫૦ % ધિરાણો નાના ધિરાણો હોવા જોઇએ તેમાં પણ મને જણાવતાં આનંદ થાય છે કે આપણી બેંકનો આ આંક ૭૭ % છે. 

 સભાની શરૂઆત ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થઇ હતી. બેંકના અધિકારી પ્રવીણસિંહ રાઠોડે સહકાર મંત્રનું પઠન કર્યું હતું.

 બિઝનેશ સેશનની કામગીરી બાદ પરિવાર ગોષ્ઠિમાં બેકના ડેલિગેટ્સની વિવિધ ક્ષેત્રેવરણી અને વિશિષ્ટ કામગીરીને બિરદાવતા, હંસરાજભાઇ ગજેરા (ગુજરાત બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ પદે પુનઃ નિયુકિત), ગોપાલભાઇ માંકડીયા (વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પદે પુનઃ નિયુકિત), દીપકભાઇ પટેલ (વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના વાઇસ ચેરમેન પદે પુનઃ નિયુકિત), અતુલભાઇ પંડિત (નગર  પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે નિયૂકિત), ડો. માધવભાઇ દવે (ગુજરાત  પ્રદેશ ભાજપ આર્થિક સેલના કન્વીનર તેમજ રાજકોટ શહેર ભાજપના મંત્રી), સીએ. નરૅશભાઇ કેલા (પ્રદેશ સી.એ. સેલ-કન્વીનર), ભાગ્યેશભાઇ વોરા (રાજકોટ શહેર ભાજપ સહકારી સેલના કન્વીનર), વિજયભાઇ કારીયા (રાજકોટ શહેર ભાજપ સાંસ્કૃતીક સેલ કન્વીનર), મહેન્દ્રભાઇ પાડલીયા (ભાજપ પ્રદેશ શિક્ષણ સેલ કન્વીનર)ને શાલ ઓઢાડી - પુસ્તક અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત અન્યત્ર રોકાણોને લીધે રૂબરૂ ન આવી શકેલ બેંકના સભાસદ રાજેન્દ્રભાઇ ત્રિવેદી (ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના નવનિયુકત મંત્રી), અરવિંદભાઇ રૈયાણી (ગુજરાત રાજ્યના  પ્રવાસન અને ઉડયનના નવનિયુકત મંત્રી), મનસુખભાઇ ખાચરીયા (રાજકોટ જીલ્લા ભાજપ  પ્રમુખ), ચમનભાઇ સિંધવ (સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષી મોરચાના  પ્રભારી)  અભિનંદન પાઠવાયા હતા.

 વાર્ષિક સાધારણ સભા બાદ તુરત બેંકના બોર્ડ ઓફ ડાયરેૅકટર્સની સભા પણ યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે શેલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેનપદ માટે જીમ્મીભાઇ દક્ષીણીના નામની દરખાસ્ત આવી હતી. જેની સામે અન્ય કોઇએ ઉમેદવારી નોંધાવતા આ બંને ડિરેકટરો સન ૨૦૨૧-૨૦૨૨ના વર્ષ માટે બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયા હતા.

  આ સમારોહમાં સુનિલભાઇ મહેતા (અખિલ ભારતીય સહ બૌદ્ધિક  પ્રમુખ-રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ), બેંક પરિવારમાંથી નલિનભાઇ વસા (ચેરમેન), શેલેષભાઇ ઠાકર (વાઇસ ચેરમેન), ડિરૅકટરગણમાંથી સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, જીમ્મીભાઇ દક્ષીણી, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, સુરેશભાઇ નાહટા, કાર્તિકેયભાઇ પારેખ,  પ્રદીપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, મંગેશજી જોષી, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, ડો. માધવભાઇ દવે, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), કિર્તીકુમાર ઉપાધ્યાય (ડી.જી.એમ. ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ. ), ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 વિશેષમાં એ. એસ. ખંધાર, મુકેશભાઇ મલકાણ, નરેન્દ્રભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી અધિકારી તરીકે રાજકોટનાં જીલ્લા રજીસ્ટ્રાર વિશાલભાઇ કપુરીયાએ સેવા આપી હતી. કાર્યક્રમનુ આભારદર્શન શૈલેષભાઇ ઠાકરે અને સરળ-મનનીય સંચાલન જયેશભાઇ છાટ પારે ક્યું હતું.

(11:27 am IST)