Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

જૈનમ રાસોત્સવનું સમાપન : વિજેતાઓને લાખેણા ઈનામો અપાયા

જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા શ્રેષ્ઠતમ આયોજીત રાસોત્સવની જૈનમ ટીમ ઉપર અભિનંદનવર્ષા : આભાર વ્યકત

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવનું નવમાં નોરતે સમાપન થયુ હતું. ગઈકાલે માં જગદંબાની આરતી પ્રજાપતિ સમાજનાં આગેવાન ઉપરાંત અન્ય સમાજમાંથી સર્વેશ્રી દિનેશભાઈ પારેખ, હેમેન્દ્રભાઈ, જયેશભાઈ શાહ, સુનીલભાઈ શાહ, બ્રિજેશભાઈ મહેતા, ધિરેનભાઈ ભરવાડા, મૃણાલ અવલાણી, મીહીરભાઈ મડેકા, મનીષભાઈ મડેકાએ આરતીનો લ્હાવો લીધો હતો.

આ નવરાત્રી મહોત્સવમાં  મનીષભાઈ મડેકા (રોલેકસ રીંગ), ચંદ્રકાંતભાઇ શેઠ - શેઠ બીલ્ડર, જગદીશભાઈ ડોબરીયા - જે.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર,  રાજુભાઈ છેડા - જસ્ટ ઈન ટાઈમ, સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), વિનોદભાઈ દોશી-એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ,  જીતુભાઈ બેનાણી - જાણીતા બિલ્ડર્સ , સુનીલભાઈ શાહ - આર્કેડીયા શેર્સ, જયેશભાઈ શાહ - સોનમ કવાર્ટઝ, પારસભાઈ ખારા - નવકાર ડીઝલ એન્ડ જનરેટર-રાજકોટ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, મુકેશભાઈ દોશી (મોડર્ન), પ્રફુલભાઈ ગંગદેવ (ટ્રીનીટી ટાવર), મનીષભાઈ દોશી - ચેરમેન ૅં સૌરાષ્ટ્ર રીજયન, વિરભાઈ ખારા - જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સ, પ્રાઈડ ગ્રુપ-ગોવા, સમીરભાઈ કાલરીયા - શીલ્પન ગ્રુપ, રાકેશભાઈ રાજદેવ - હોટલ રોમા ક્રિસ્ટો-દ્વારકા, રમણભાઈ વરમોરા- વરમોરા ગ્રુપ, અલ્કેશભાઈ ગોસલીયા-ફાર્મેક્ષ ફાર્મા, રશ્મીકાંતભાઈ મોદી - મોદી સ્કુલ,  રાજુભાઈ પારેખ-ગો ગ્રીન સાઈકલ, રાજેનભાઈ વડાલીયા - વડાલીયા ફુડ્સ, વિક્રમભાઈ જૈન-વિક્રમ વાલ્વ, નીતીનભાઈ કામદાર - જુલીયાના, રજનીભાઈ શાહનો સહયોગ સાંપડયો હતો.

જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં નવમાં નોરતે મુખ્ય મહેમાનોં શ્રીમતી અજંલીબેન વિજયભાઈ રૂપાણી, નિતીનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ મડેકા, સુરેશભાઈ નંદવાણા, મીહીરભાઈ મડેકા, સુનીલભાઈ શાહ, જયેશભાઈ શાહ, દીનેશભાઈ પારેખ (ધર્મનાથ જીનાલય), મીહીરભાઈ મહેતા, બ્રિજેશભાઈ મહેતા, ધીરેનભાઈ ભરવાડા, સ્મીતભાઈ કનેરીયા, નૌતમભાઈ બારસીયા, કિશોરભાઈ રૂપાપરા, ગીરીશભાઈ પરમાર, એન.એન.શર્મા, સંજયભાઈ ભુવા, હેતલભાઈ રાજયગુરુ, પ્રફુલભાઈ ગંગદેવ, ચિંતનભાઈ ફળદુ, અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, પીયુષભાઈ મહેતા, વિભાશભાઈ શેઠ, દિલેશભાઈ , હેમેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, દિપકભાઈ ખાસ ઉપસ્થિત રહયા હતા.

જૈનમ નવરાત્રી મહોત્સવ રોજને રોજ ખેલૈયાઓનાં સતત અનેરો ઉત્સાહ ધુમ મચાવતા સુપ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનાં સાંજીદાઓ તાલમેલ ખરેખર માણવા લાયક રહયો. જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા જેબીએલ ૧ લાખ વોટની વર્ટેક્ષ સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમ્યા હતા. પરાગી પારેખ, હેમંત બારોટ, પ્રદિપ ઠક્કર અને પ્રિતી ભટ્ટ જેવા ચુનીંદા ગાયકોએ જમાવટ કરી હતી. ખેલૈયાઓને દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ.

નવમાં નોરતે મેગા ફાઈનલ રાઉન્ડમાં સીનીયર પ્રીન્સ તરીકે ઉદાણી કેવીન ને એકટીવા સ્કુટર, શાહ કુશલને હીરો ડયુટ, વારીયા ધર્મેશને સોનાનો ચેઈન, શાહ પ્રિયમને એલઈડી ટીવી, મહેતા મોહીલને પોલરાઈડ ગોગલ્સ, મહેતા કૌશલને પોલારાઈડ ગ્લાસ, દેવાંગ વસાને હોટલનાં ગીફ્ટ વાઉચર અને સિનીયર પ્રિન્સેસ તરીકે વખારીયા દ્રષ્ટીને એકટીવા સ્કુટર, દોશી દ્યર્મીને યામાહા ફેસીનો સ્કુટર, કોઠારી રાજવીને  સોનાનો ચેઈન, મહેતા રીયાને એલઈડી ટીવી, વોરા અંકિતાને પોલારાઈડ ગોગલ્સ, કોઠારી અમીને પોલારાઈડ ગોગલ્સ,  શેઠ આયુષીને હોટલ વાઉચર આપી નવાજવામાં આવેલ હતા. આ ઉપરાંત સીનીયર મેલ વેલડ્રેસમાં દેશાઈ આયુષ, દોશી જૈનમ, ગાંધીને લામેક્ષ વોચ તેમજ સીનીયર ફીમેલ વેલડ્રેસમાં શાહ રૂત્વી, ઉંચાટ ઈશા, મહેતા જલ્પાને લામેક્ષ વોચ આપી આપવામાં આવેલ હતી જયારે કીડ્સ પ્રીન્સમાં જાટકીયા પ્રશિમને વોશીંગ મશીન, પરીખ સ્મીતને બાયસીકલ, માલાણી યશને બાયસીકલ, વોરા રક્ષીતને હોટલ વાઉચર, શાહ પ્રિયાંશને રૂા.૩ હજારનું ગીફ્ટ વાઉચર તેમજ યુસીબી વોચ, જાટકીયા દીશીત રૂા.૩ હજારનું ગીફ્ટ વાઉચર તેમજ યુસીબી વોચ આપવામાં આવેલ  તેમજ  કિડ્સ પ્રિન્સેસમાં શેઠ ક્રિશાને વોશીંગ મશીન, દોશી તન્વીને સોનાની બુટ્ટી, શેઠ ઘ્વનીને સોનાની બુટ્ટી, સાઈકલ, ધોળકીયા યશ્વીને હોટલ વાઉચર, કોઠારી ખુશીને રૂા.૩૦૦૦ નું ગીફ્ટ વાઉચર તેમજ યુસીબી વોચ, દેશાઈ કાવ્યાને રૂા.૩૦૦૦ નું ગીફ્ટ વાઉચર તેમજ યુસીબી વોચને ઈનામો આપેલ હતા. જયારે કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં  શાહ પ્રસમ, ઘેલાણી વર્ધન, મહેતા વિનીયને સોનાટા વોચ અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં સંઘવી વૃશાલી, કોઠારી ખુશી, વોરા પ્રિયાંશીને સોનાટા વોચ આપી વિજેતા જાહેર કરેલ હતા.

ઉપરોકત તમામ વિજેતાઓને પારસભાઈ ખારા, વિરભાઈ ખારા, અદિતભાઈ ખારા તરફથી હોન્ડા એકટીવા, યામાહા ફેસીનો ડોમા ઈમ્પેક્ષ અને ડોમા ફુડ ક્રિએશન તરફથી, ગોલ્ડ ચેઈન શ્રી વિશાલભાઈ વસા-વિતરાગ ટ્રેડીંગ કંપની તરફથી, એલઈડી ટીવી વિજય ઈલેકટ્રોનિકસ તરફથી, સોનાની બુટ્ટી  તથા વોશીંગ મશીન પટેલ ઓટો કેરનાં તુષારભાઈ ધ્રુવ અને જાણીતા બિલ્ડર સુજીતભાઈ ઉદાણી તરફથી, સાયકલ-અનીષભાઈ વાધર-ગેલેકસી સાયકલ તરફથી, કલોક-સોનમ કવાર્ટઝ-જયેશભાઈ શાહ તરફથી, હોટલ વાઉચર-નેશન્ટ હોસ્પીટાલીટી પ્રા.લી.નાં જીગરભાઈ પારેખ તરફથી, ગોગલ્સ અને યુસીબી વોચ અને રૂા.૩૦૦૦નું વાઉચર - જશ્મનભાઈ ધોળકીયા-જેડીઝ આઈકેર તરફથી, સોનાટા વોચ-પૂરવ રાજેશભાઈ શાહ તફરથી આપવામાં આવેલ હતી.

નવમાં નોરતે મેગા ફાઈનલ રાઉન્ડમાં જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈએ તેમજ ગઈકાલે સહયોગી જજ તરીકે ડો.અમી મહેત નિતીકાબેન નંદાણી, નિમિષ જવરાજાની અને વિનીતાબેન કાલરીયા જજ તરીકે હાજર રહયા હતા આ તમામને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમ જીતુ કોઠારીની યાદીમાં જણાવાયુ છે.

(4:03 pm IST)