Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

રાજકોટીયનો દશેરા મનાવ્યા : મીઠાઇ બજારમાં ખરીદીનો ધમધમાટ

રાજકોટ : આજે વિજયા દશમીનું પર્વ હોય રાજકોટીયનોએ ઉમંગભેર ઉત્સવી આનંદ લુંટયો હતો. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિકરૂપે મીઠા મોં કરવાની પરંપરા જાળવી રાખીને આજે સૌએ હરખભેર મીઠાઇ ખરીદી હતી. ફાફડા-જલેબી, ખાજલી, સાટા, હલવો, ઘારી, બરફી, જાંબુ સહીતની મીઠાઇનો મોટાપાયે ઉપાડ થયો હતો. મીઠાઇની દુકાનો પર સવારથી જ ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. જે તસ્વીરમાં જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)