Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મીનાબેન કુંડલીયા મહિલા કોલેજમાં નવરાત્રી મહોત્સવ

રાજકોટઃ એમ.જે.કુંડલીયા આર્ટસ, કોમર્સ એન્ડ કોમપ્યુટર સાયન્સ મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય શાળાના પટાંગણમાં  રાસ- ગરબાનુ આયોજન પ્રિન્સીપાલ ડો.સ્મીતાબેન ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર  ભાગ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત તેમજ ઈનામ આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. નીતાબેન કુંડલીયા અને પ્રા. પ્રેમલતાબેન ચાવડાએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા. પ્રજ્ઞાબેન ચુડાસમા તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકેની કામગીરીમાં પૂજાબેન પૂજારા તથા મમતાબેન રતનધારીયાએ સેવા આપી હતી. પ્રથમ તસ્વીરમાં રાસ-ગરબાની ઝલક

(3:26 pm IST)