Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સહિયરને એબીપી અસ્મિતા દ્વારા સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ રાસોત્સવનો એવોર્ડ

આજે દશેરાએ પણ રાસની રમઝટ જમાવવા ખેલૈયાઓને આહવાન કરતા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટઃ નવમા નોરતાની રઢીયાળી રાતની રંગત સહિયર રાસોત્સવના ખેલૈયાઓએ મન મુકીને માણી હતી. ગુજરાતની વિખ્યાત ચેનલ એબીપી અસ્મીતાએ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ રાસોત્સવનો એવોર્ડ સહિયર રાસોત્સવના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજાને એબીપી અસ્મીતા તથા સીનીયર રીપોર્ટર પરાક્રમસિંહ જાડેજાએ અર્પણ કર્યો હતો.

સહિયર રાસોત્સવને નિહાળી અપ્રતિમ સફળતા માટે ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સહધર્મચારીણી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સુરેન્દ્રસિંહ વાળાને અભિનંદન પાઠવ્યા હતાં, આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ,  ભુપતભાઇ બોદર, સીનીયર કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઠાકુર, રઘુવંશી અગ્રણી આર.ડી.ગ્રુપના રાકેશભાઇ પોપટ, જલારામ હોસ્પીટલ ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, મુસ્લીમ અગ્રણી યુસુફભાઇ જુણેજા, મનુભાઇ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાસના રમઝટ દોરમાં ડાકલા, ભાંગડા, સનેડો, સુફી, બોલીવુડ અને ઉતર ગુજરાતી રંગ પુરતા ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડે જમાવટ કરી તેજસ શિશાંગીયા તથા જીલ એન્ટરટેનમેન્ટ મ્યુઝીક ગ્રુપ દ્વારા સમગ્ર રાસોત્સવને સુરતાલનો સાથ સાંપડયો હતો.

આજે દશેરાએ પણ સહિયર રાસોત્સવમાં રાસની રમઝટ જમાવવા ખેલૈયાઓને  ં આહ્વાન કરાયું છે.

ગઈકાલે પ્રિન્સ (૧) જય પટેલ, (૨) અમીત રાઠોડ, (૩) પાર્થ વાઢેર, (૪) દર્શન દાણીધારીયા, પ્રિન્સેસ- (૧) દિવ્યા બદ્રકીયા, (૨) માનસી બારસીયા, (૩) શ્વેતા કોઠારી,  (૪) અમી ત્રિવેદી, વેલડ્રેસ- બ્રિજેશ જોષી, જુ.પ્રિન્સ- (૧) સુજલ ઠાકોર, (૨) શુભમ પરમાર, વેલડ્રેસ- મીત પાનસુરીયા, જુ.પ્રિન્સેસ- (૧) રીયા સુદાણી, (૨) ભાર્વી કગથરા વિજેતા જાહેર થયા હતા.

પ્રિન્સ - પ્રિન્સેસને સહિયરના આયોજક ચંદુભા પરમાર, ક્રિષ્નપાલસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા તથા દિકરી કિનાબા, ચિ. વિશ્વજીતસિંહ, શ્રી યશપાલસિંહ જાડેજા, શ્રીમતી પ્રિતીબા તથા દિકરી દેવાંશીબા તથા મહેમાનો ટીનુભા જાડેજા , પી.એસ.આઇ.શ્રી ચૌહાણ (જુનાગઢ), મયુરસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજાં, ચંદ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, એડવોકેટ જયેન્દ્ર ગોંડલીયા તથા દિપ્તીબેન ગોંડલીયા, કિશોરભાઇ ચુડાસમા તથા રેખાબેન ચુડાસમા, જયદિપસિંહ ડોડીયા, રાજુભાઇ બાંભવા, હિતેષસિંહ પરમાર, સંદીપ ટાંક (શ્રી વિડીયો) અમીત પરમાર, અજય સોલંકી, ગુંજન ટીલાળા, યશ વૈશ્નવ તથા બાળકોને સ્પેશ્યલ પ્રાઇઝ રાજકોટના મહિલા પોલીસ કર્મી પીએસઆઈ એસ. જે. બારાવડીયા, પી.એસ.આઈ. જે. એન. ચાવડા તથા પી.એસ.આઇ. એમ.બી.ડાંગરના હસ્તે અપાયા હતાં.

દશેરાની રાત્રે સહિયરની રમઝટ નિહાળવા તથા રાસે રમવા નિહાળવા સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓને આહ્વાન કર્યું છે.

(3:23 pm IST)