Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા ભેગાજ વિપક્ષીનેતાની અટકાયત

શહેરની સિવીલ હોસ્પીટલમાં ગંદકી-તુટેલા રસ્તા-ભુગર્ભગટર સહીતના પ્રશ્નોની વિજયભાઇને રજૂઆતનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ : સરકારે અટકાયત કરી પ્રજાનો અવાજ દબાવવાનો વધુ એક પ્રયાસ કર્યોઃ વશરામ સાગઠિયાનો આક્રોશ

રાજકોટ તા.૮: આજે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ આવેદનપત્ર પાઠવીને શહેરની સીવીલ હોસ્પીટલમાં ગંદકી, તુટેલા રસ્તા,ઉભરાતી ભુગર્ભ ગટર સહીતનાં પ્રશ્નોની રજૂઆત કરવાનો વિપક્ષીનેતા વશરામ સાગઠિયાનો પ્રયાસ પોલીસંતત્રએ નિષ્ફળ બનાવ્યો હતો. કેમકે તેઓ જેવા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સ્થળે પહોચ્યા કે તુરતજ ફરજ પરતાં ડી.સી.પી.અને પી.આઇ. સહીતના અધિકારીઓએ તેઓની મોટરકારનાં ડ્રાઇવરને નીચે ઉતારીને અંદરબેસી જઇને મોટરકાર સહીત તેઓની અટકાયત કરી લીધી હતી.

આ અંગે શ્રી સાગઠિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે પ્રજાના પ્રશ્નોની રજુઆતનો હકક પણ આ સરકારે છીનવી લઇને પ્રજાનો અવાજ દબાવવાનો વધુ એક પ્રયાસ કર્યો છે જે અન્યાઇ છે.

શ્રી સાગઠિયાએ આવેદનપત્ર માં જણાવ્યુ હતુ કે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને હાલ અનેક અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેમજ લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓમાં અનેક ખામીઓ છે તેમજ સવલતો મળતી ના હોવાથી પ્રજા અનેક પ્રાણ પ્રશ્ને ત્રાહિમામ પોકારી રહી છે જયારે આપ રાજકોટ શહેરના વતની હોય ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આવો હડહડતો અન્યાય ન થવો જોઈએ.

૧.   રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલ અનેક વેદનાઓથી પીડાવું પડે છે જેમાં મુખ્યત્વે દર્દી જયારે હોસ્પિટલ કેમ્પસમાં આવે ત્યારે તેને સર્વ પ્રથમ સારું વાતાવરણ જરૂરી છે તેમજ સારા રોડ રસ્તાની તાતી જરૂરીયાત જણાય છે તેમજ લોકોને ખાડા ખાબડા વાળા અને છ છ ઈંચ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે તેને તાત્કાલિક સોલ્વ કરવો જરૂરી છે.

૨.   રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવહાલાએ સ્ટ્રેચર લઇને જવું પડે છે અને પટ્ટાવાળાઓ ડોકટરની કામગીરી કરી રહ્યા છે અને દવા આપી રહ્યા છે જે ગેરવ્યાજબી છે આ પ્રશ્ન સોલ્વ કરવો જરૂરી છે.

૩.   રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેલરમાં ગંદાપાણીની તપાસ કરતા ગંદુ દુર્ગંધ વાળું અને ડ્રેનેજનું પાણી પુષ્કળ પ્રમાણમાં મળી આવેલ છે તેની અંદર મચ્છરના લારવા, ડ્રેસિંગ રૂ, પ્લાસ્ટિકની કોથળીઓ, અને અંદાજે ૦ટ્ટટ્ટ થી ૧ ઈંચ જેટલો સેવાળ જામી ગયેલ નઝરે પડેલ અને સેલરમાં વેસ્ટ કચરો પડેલ તેની અંદર સિવિલ હોસ્પિટલના અગત્યના રેકર્ડ, કેસ રજીસ્ટર, ડોકટરોએ આપેલ અભિપ્રાય બુક, તેમજ ઓકટોબર-૨૦૨૧માં એકસપાયરી ડેટ વાળી થર્મોકોલના બોક્ષની દવાઓ, વાઢકાપના સાધનો, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ બાયોમેડિકલ વેસ્ટની સ્ટીલબોક્ષ વાળી ૭ પેટીઓ બિલકુલ નવી હાલતમાં મળી આવેલ હતી જે ભંગારની જગ્યાએ પડી હતી.

૪.   રાજકોટ સિવિલ હોસ્પિટલ એ મચ્છર પેદા કરવાની ફેકટરી બની ગયેલ તે પ્રથમ નઝરે જ દેખાય છે, અહી કરોડોની સંખ્યામાં મચ્છરો પેદા થાય છે જેનો સત્વરે નિકાલ કરવા આદેશ કરવો. રોગી કલ્યાણ સમિતિમાં આવતી નાણાકીય સહાય એ ગરીબ દર્દીઓની સહાય માટે હોય છે જેનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવામાં આવે છે જેની યોગ્ય તપાસ કરવાના આદેશ આપવા.

૫.   રાજકોટ મહાનગરપાલિકાના ગેરેંટી વાળા તમામ રોડ  રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયેલ છે, અગાઉ શાસકો અને કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષ સુધી રસ્તાને કાઈપણ થાય તેની તમામ જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે અને તેના ખર્ચે અને જોખમે આ રસ્તાઓ બનાવી આપવા પરંતુ, આજ સુધીમાં કોન્ટ્રકટર દ્વારા કોઈ જ આ પ્રકારના રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી અને જવાબદારો સામે કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી અને ઉલટાનું ટેન્ડરમાં વધારે ભાવ આપી લગતા વળગતા કોન્ટ્રાકટરોને ખાટવાનું કરે છે તો શાસકો અને કમિશ્નર દ્વારા કરવામાં આવેલ જાહેરાત સામે પગલા લેવા વિનંતી.

૬.   સમગ્ર રાજકોટ શહેરમાં ડ્રેનેજની હજ્જારોની સંખ્યામાં ફરિયાદો હોય છે અને તે પ્રશ્ન કાયમી હોય રાજકોટની પ્રજાને ડ્રેનેજના પ્રશ્નમાંથી મુકિત અપાવવા જરૂરી કાર્યવાહી કરાવશો.

૭.   રાજકોટમાં અનેક વોંકળાઓ આવેલ છે જેમાં ખુલ્લામાં લોકો શૌચક્રિયા કરે છે તો રાજકોટને પણ જાહેર શૌચક્રિયા મુકત બનાવવાની કાર્યવાહી કરશો.

૮.   વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અને ઈજનેરોના ખોટા માર્ગદર્શન હેઠળ થયેલ કામોને કારણે રાજકોટમાં એક ઈંચ વરસાદમાં પણ રાજકોટ પાણી પાણી થઇ જાય છે તેવી સ્થિતિના પગલે જરૂરી કાર્યવાહી કરાવશો.

૯.   રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની ભરતી કરવી અને કોન્ટ્રાકટ પદ્ઘતિ બંધ કરાવવી.

૧૦. માલધારીઓને હેરાન કરવાનું બંધ કરી માલધારી વસાહતનું કામ આગળ ધપાવવા કાર્યવાહી કરાવવી.

૧૧. સમગ્ર રાજકોટ શહેરમાં તમામ ટીપી સ્કીમોમાં રીઝર્વ રાખવામાં આવેલ  પ્લોટો કે જે અનુસુચિત જાતી અને જનજાતિ માટે અનામત રાખવામાં આવેલ હોય છે તેમાં અનેક પ્લોટોમાં દબાણો થઇ ગયા છે અમુક પ્લોટને હેતુ ફેર કરી બાગ બગીચા તેમજ શૈક્ષણિક હેતુ માટે આપી દીધેલ છે કે ગ્ભ્પ્ઘ્ એકટની તદ્દન વિરુધ છે અને ટીપી સ્કીમના નિયમોની વિરુદ્ઘ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરાવવી.

૧૨. ગુજરાતના મુખ્યમંત્રી છો ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને સરકારની અન્ય કચેરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે જે તત્લાકિક ધોરણે ભરતી કરી સેટઅપ પૂરું કરવાની કાર્યવાહી કરાવશો.

૧૩. સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ યોજનાને તત્લાકિક અમલી બનાવશો તેમજ સ્ટ્રોમ વોટર યોજનાની અમલવારી કરવાની કાર્યવાહી કરાવશો.

૧૪. રાજકોટની અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પીવાના પાણી અને સીંચાયના પાણીની સગવડતા મળી રહે તેના માટે અમોએ અગાઉ આપને તા.૦૯/૦૯/૨૦૧૯ ના રોજ બેટી રામપરા (વીડી) ખાતે આવેલ બેટી નદીમાં ડેમ બાંધવા માટેની માંગણીનો પત્ર આપને મોકલેલ છે તો યોગ્ય કરાવવા વિનંતી.

૧૫. રાજકોટ શહેરની જનતાને પડતી અગવડતાની ફરિયાદ નોંધાવવા માટે અમોએ ટોલ ફ્રિ નંબર કોલ સેન્ટરમાં આપવા માટેની માંગણી વર્ષ ૨૦૧૬માં કરેલ છે જે મંજુર થઇ ગઈ હોવા છતાં રાજકોટની જનતાને આ સુવિધા કેમ આપવામાં આવતી નથી તે બાબતે કામગીરી કરવી જરૂરી હોય તો તાત્કાલિક યોગ્ય  કરાવશો.

૧૬. આજી રીવરફ્રન્ટની કામગીરીને વેગવાન કરવા અને રાજકોટને અલગ નઝારો મળી રહે તેવી કામગીરી કરાવવા વિનંતી.

૧૭. રાજકોટ અને ગુજરાતની પ્રજાને નવા ટ્રાફિક કાયદાઓમાં દંડની જે મોટી રકમો લેવામાં આવે છે તેમાં રાહત કરવી અને લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવવા વિનંતી.

ઉપરોકત રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાના પ્રાણ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવા કામગીરી કરશો અને જનતાની સુખાકારી લાવવા પ્રયત્નો કરશો તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

(3:20 pm IST)