Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કરણપરાની કેસરીયા વાડીમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં ૧૫ શખ્સ પકડાયાઃ ૧ લાખની રોકડ કબ્જે

એ-ડિવીઝનના હારૂનભાઇ ચાનીયા અને ઇન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દરોડોઃ એકાઉન્ટન્ટ વૃધ્ધ, નિવૃત જીવન જીવતાં વૃધ્ધ તથા પ્રાઇવેટ નોકરીયાતો, રિક્ષાચાલકો, ટ્રાવેલ્સ સંચાલક સહિતના પકડાયાઃ કરણપરામાં રહેતાં ભરવાડ પ્રોૈઢે દિકરાના લગ્ન માટે વાડી ભાડે રાખી પછી 'પાટલો' જમાવ્યો'તો

રાજકોટ તા. ૮: કરણપરા ચોક પાસે આવેલી કેસરીયા વાડીમાં ઘોડીપાસાના પાટલા પર જૂગાર રમાઇ રહ્યાની બાતમી પરથી એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી એકાઉન્ટન્ટ વૃધ્ધ સહિત ૧૫ને જૂગાર રમતાં ઝડપી લઇ ૧ લાખની રોકડ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કરણપરાના ભરવાડ પ્રોૈઢે પોતાના દિકરાના લગ્ન પ્રસંગના જમણવાર માટે વાડી ભાડે રાખી હતી. બાદમાં મિત્રો-પરિચીતોને ભેગા કરી ઘોડીપાસાનો પાટલો માંડી દીધાનું બહાર આવ્યું છે.

પોલીસે રાજૂ દેવકરણભાઇ ઠક્કર (ઉ.૬૨-ધંધો એકાઉન્ટન્ટ, રહે. પ્રહલાદ પ્લોટ-૨૩), વિનુ દેવજીભાઇ જાદવ (ઉ.૭૦-નિવૃત, રહે. કરણપરા-૨૩, શંકર ભજીયાવાળી શેરી), વિજય નરેશભાઇ ચાવડીયા (ઉ.૨૩-પ્રાઇવેટ નોકરી, રહે. ગુરૂપ્રસાદ સોસાયટી બ્લોક નં. ૪૦, દોશી હોસ્પિટલ પાછળ), નિલેષ ચંદુભાઇ ચાવડીયા (ઉ.૩૭-વેપાર, રહે. કરણપરા-૨૬, વિશાલ ફલેટ પાસે), યુનુસ ઇલ્યાસભાઇ ચાનીયા (ઉ.૨૭-ડ્રાઇવીંગ, રહે. ખોડિયારનગર મેઇન રોડ, આજી વસાહત), વિક્રમ હરેશભાઇ ચાવડીયા (ઉ.૫૦-રિક્ષા ડ્રાઇવર-રહે. કરણપરા-૨૬, વિશાલ ફલેટ પાસે), મોહિત બિપીનભાઇ સોમમાણેક (ઉ.૨૮-વેપાર, રહે. રૈયારોડ તિરૂપતીનગર-૨, હનુમાન મઢી પાસે), જયેન્દ્ર વસંતલાલ પંડ્યા (ઉ.૬૯-નિવૃત, રહે. પ્રહલાદ પ્લોટ-૨૫), કિલ્લોલ મુકેશભાઇ રાજાણી (ઉ.૩૦-વેપાર, રહે. ધરમનગર આવાસ યોજના કવાર્ટર ૧૮/૫૨૫), કાદર સતારભાઇ અંસારી (ઉ.૪૦-રિક્ષા ડ્રાઇવર-રહે. ઢેબર કોલોની પાસે મુળ જામનગર), નરેશ નારણભાઇ ચાવડીયા (ઉ.૫૨-ડ્રાઇવીંગ, રહે. ગુરૂપ્રસાદ સોસાયટી બી-૪૦), પ્રકાશ નાગરદાસ પારેખ (ઉ.૬૩-મજૂરી, રહે. કરણપરા-૭), જયેશ હરિશભાઇ ચાવડીયા (ઉ.૫૨-પ્રા.નોકરી, રહે. કરણપરા-૩), રહિમ હાસમભાઇ સૈયદ (ઉ.૨૫-રિક્ષા ડ્રાઇવર-રહે. જામનગર રોડ સંજયનગર-૨) તથા વિજય કાંતિભાઇ કલોલા (ઉ.૪૦-ટ્રાવેલ્સનો ધંધો, રહે. એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટી-૨)ને પકડી લીધા હતાં.

પોલીસે રૂા. ૧,૦૩,૩૪૦ રોકડા, બે નંગ ઘોડીપાસા અને ૧૧ મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૪૫૫૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ જયેશ ચાવડીયાએ દિકરાના લગ્નના જમણવાર માટે વાડી રાખી હતી અને રાતે  પરિચિતો-મિત્રો ભેગા થયા બાદ ઘોડીપાસા રમવા બેસી ગયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સાખરા, એએઅસાઇ ભરતસિંહ વી.ગોહિલ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશ ઝાલા, કોન્સ. મોૈલિક સાવલીયા, જગદીશ વાંક અને મેરૂભા ઝાલા પેટ્રોલીંગમાં હતાં ત્યારે હારૂનભાઇ ચાનીયા અને ઈન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

(1:11 pm IST)