Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

રૂડાનગર-૧માં ૧૫ વર્ષથી યોજાતી ગજાનન મંડળની દર્શનીય પ્રાચીન ગરબી

એ. જી. ચોક પાસે રૂડાનગર-૧માં નવરાત્રીમાં ગજાનન ગરબી મંડળ દ્વારા પંદર વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જેમાં દરરોજ બાળાઓ દ્વારા જુદા-જુદા દર્શનીય રાસ રજુ કરવામાં આવતાં હોય છે. આ વખતે પણ રંગેચંગે નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો છે. બાળાઓને દરરોજ લ્હાણી-પ્રસાદ અપાયા હતાં. આયોજનને સફળ બનાવવા ઇન્દ્રજીતસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, નિખીલભાઇ પરસાણા, હિમાંશુભાઇ ધામેચા, મયુરભાઇ ટાંક, શ્યામભાઇ મહેતા, અશ્વિનભાઇ પરેચા, કિશનભાઇ હિરાણી, આશિષભાઇ પટેલ તથા તમામ રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:09 pm IST)