Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

એચ. જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા મુખ્‍યમંત્રી રાહત ફંડમાં એક કરોડ અર્પણ

રાજકોટઃ ગુજરાત રાજયના જીવદયાપ્રેમી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને એચ. જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ લી.ના ચેરમેન વિનોદભાઇ દોશી એ એચ. જે. દોશી સી.એસ.આર. ફાઉન્‍ડેશનમાંથી એક કરોડ રૂપિયા જેવી માતબર રકમ ‘મુખ્‍યમંત્રી રાહત ફંડ'માં આપવાનું જાહેર કરેલ. આ માતબર રકમનો ચેક ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને એચ. જે. ઇન્‍ડસ્‍ટ્રીઝના પર્સોનલ મેનેજર, જયેશભાઇ કિકાણી અને એચ. જે. પરિવારના મયુરભાઇ શાહના હસ્‍તે અર્પણ કરવામાં આવેલ. આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ શ્રી વિનોદભાઇ દોશી અને એચ. જે. પરિવારનો આભાર વ્‍યકત કરેલ.

(4:37 pm IST)