Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વ્રજભૂમિ મેદાનમાં ‘નવવિલાસ પુષ્‍ઠિરસ રાસોત્‍સવ'

દ્વારકેશ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે આયોજન : હાલારી રાસ આકર્ષણ જમાવશે

રાજકોટ, તા. ૮ : શહેરના ધોળકીયા સ્‍કુલની પાછળ બાલાજી હોલવાળા રોડ ઉપર વ્રજભૂમિના મેદાનમાં નવ દિવસીય નવવિલાસ પુષ્‍ટિરસ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.પા. ગો. શ્રી કાલીન્‍દીવહુજી નટવર ગોપાલ મહારાજશ્રીની અધ્‍યક્ષતામાં અલૌકિક રાસોત્‍સવ યોજાયેલ છે. સતત ૧૩મા વર્ષે આયોજીત આ રાસોત્‍સવમાં વૈષ્‍ણવ ભાઈ - બહેનો મન મૂકીને રાસની રમઝટ માણશે.

બાળકોથી માંડી યુવાઓ અને બહેનો માટે અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. તમામ માટે એન્‍ટ્રી નિઃશુલ્‍ક છે.

આયોજનને સફળ બનાવવા શ્રી દ્વારકેશ ગ્રુપના મનસુખભાઈ સાવલીયા (વ્રજ ડેવલોપર્સ - ૯૮૭૯૦ ૨૫૪૫૫), બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), વિરજી પરસાણા, હરીભાઈ બાલધા, નવનીભાઈ ગજેરા, ધનસુખભાઈ પટેલ, મહેશભાઈ નારીયા (મો.૯૪૨૭૨ ૨૧૬૫૬), ભરતભાઈ સંચાણીયા (મો.૯૮૨૫૩ ૪૦૮૨૩), પ્રફુલભાઈ સંઘાણી, કુમનભાઈ વર્ષાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:36 pm IST)