Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હોસ્પિટલ ચોકમાં ટ્રાયએંગલ ઓવર બ્રીજઃ ૨૧ મિલ્કતો કપાશે

મુખ્યમંત્રી સમક્ષ બ્રિજની ડિઝાઇનનું પ્રેઝેન્ટેશન કરાયુઃ કુલ ૬૨ કરોડનો ખર્ચઃ દિવાળી સુધીમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાશે : કેસરી હિંદ પુલ પાસેથી જયુબેલી ચોક સુધી તથા જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલ સુધી બ્રિજ બનશે : બ્રીજ ઉપર ૭.૫૦-૭.૫૦ મીટરનાં રોડ થશેઃ ૫.૫૦ મીટરનો સર્વિસ રોડઃ ૦.૯૦ મીટરની ફુટપાથ બનાવાશે : કોઠી કંમ્પાઉડ, સિવિલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, પેટ્રોલ પંપ, એસબીઆઇ બેંક, પ્લેટીનમ હોટલ, ઠાકર હોટલ, આઇપી મીશન, સિવીલ કોર્ટ સહિતની મિલ્કતો કપાશે

રાજકોટ, તા. ૮: શહેરના હાર્દસમા હોસ્પિટલ ચોકમાં ટ્રાફીકની સમસ્યા હળવી કરવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ફલાય ઓવર બ્રીજની યોજના હાથ ધરવામાં આવી છે. આ ફલાય ઓવર બનાવવા માટે હવે તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થયો છે અને આ સ્થળે ટ્રાયએંગલ(ત્રી માર્ગીય) ફલાઇ ઓવર બ્રિજની ડિઝાઇન ફાઇનલ થઇ છે.જેનું પ્રેઝેન્ટેશન તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ થતા તેઓએ આ ડિઝાઇનને લીલીઝંડી આપી દેતા હવે ટૂંક સમયમાં બ્રિજનું નિમાર્ણ કાર્ય શરૂ થશે તેના માટે ૨૧ જેટલી મિલ્કતો કપાત કરવાની થશે.

આ અંગેની વિગતો મુજબ હોસ્પિટલ ચોકમાં અમદાવાદ હાઈવે પર કેસરી હિંદ પુલ પાસેથી જયુબેલી સુધી અને જામનગર હાઈવે પર રેલ્વે હોસ્પિટલ સુધી એમ ટ્રાયએંગલ બિજ બનશે. જેની પહોળાઇ ૨૯ મીટર રહેશ.  હવે આગામી દિવસોમાં આ ચોકમાં ફલાય ઓવરના નિર્માણ માટે ટેન્ડરો પ્રસિદ્ધ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ.૬૨ કરોડ થશે.

દરમિયાન બ્રિજનાં નિર્માણ માટે કેસરી પુલ તરફથી આઇપીમીશન સ્કુલ, શાળા નં.૧૦, સિવિલ કોર્ટ, ફેમીલી કોર્ટ અને પ્રેટોલ પંપની મિલ્કતો કપાશે. જયારે જયુબેલી તરફ જવાહર રોડ એસબીઆઇ બેંક, પ્લેટીનમ હોટલ, રઘુવંશી નિવાસ, ઝનાના હોસ્પિટલ, જયુબેલી ટ્રેડ સેન્ટર સહિતની મ્લ્કિતો કપાશે.જયારે જામનગર હાઇવે તરફ કોઠી કંપાઉન્ડ, સિવિલ હોસ્પિટલ ને રેલ્વે હોસિપટલની મિલ્કત કપાશે.

(4:16 pm IST)