Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સરગમી ગોપીરાસોત્‍સવ : બહેનો રાસની રમઝટ બોલાવશે

સમથળ મેદાન, અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ : બુધવારથી રાસોત્‍સવનો પ્રારંભ

રાજકોટ : સરગમ લેડીઝ કલબ દ્વારા ડો. યાજ્ઞિક રોડ પર ડી. એચ. કોલેજના મેદાનમાં આયોજીત બહેનો માટેના ગોપી રાસોત્‍સવની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ગુણવંતભાઈ ડેલાવાળાની દેખરેખ નીચે તમામ તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. આ રાસોત્‍સવ માણવા આવતા લોકો બેસીને રાસોત્‍સવ માણી શકે તેમજ ખેલૈયાઓને અગવડતા ન પડે તે રીતે ગ્રાઉન્‍ડની તૈયારીમાં ખાસ ધ્‍યાન રખાયુ છે. આ રાસોત્‍સવ ફકત બહેનો માટે યોજાતો હોવાથી સુરક્ષા વ્‍યવસ્‍થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. નવરાત્રી દરમિયાન સુરક્ષાના કારણોસર કેમેરા તથા સીકયુરીટી સ્‍ટાફને પણ સજ્જ કરાયો છે.

આ રાસોત્‍સવમાં સરગમ પરીવારની બહેનો માટે સીઝન પાસના રૂા.૩૦૦ અને શહેરની અન્‍ય કોઈપણ બહેનો માટે રૂા.૪૦૦ રાખવામાં આવ્‍યા છે. આ ઉપરાંત દરરોજે દરરોજ સ્‍થળ પર ડેઈલી પાસ પણ મળશે. આ રાસોત્‍સવમાં વેલડ્રેસ સહિતના ૪૦થી વધુ ઈનામો આપવામાં આવશે. આ રાસોત્‍સવ માટેના ફોર્મનું વિતરણ ચાલુ છે. ફોર્મ મેળવવા માટે સરગમ કલબ ઓફીસ, જાગનાથ મંદિર ચોક ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ગોપી રાસોત્‍સવમાં મ્‍યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત ઓરકેસ્‍ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા (પુના), ગીતાંજલી જેઘે (મુંબઈ) નિલેશ પંડયા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) અંબિકા સાઉન્‍ડ એન્‍ડ ડી. જે. (હિમાંશુભાઈ ચાવડા)ની ૫૦,૦૦૦ વોટ્‍સની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સામે ધૂમ મચાવશે.

ગોપીરાસોત્‍સવમાં તા.૧૦ને બુધવારે મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મોહનભાઈ કુંડારીયા (સંસદ સભ્‍ય, રાજકોટ), કમલેશભાઈ મિરાણી (શહેર ભાજપ પ્રમુખ), અરવિંદભાઈ રૈયાણી (ધારાસભ્‍યશ્રી રાજકોટ), અરવિંદભાઈ દોમડીયા (ચેરમેન, કૃણાલ કન્‍સ્‍ટ્રકશન), નીતીનભાઈ ભારદ્વાજ (ગુજરાત ભાજપ અગ્રણી), જયોતિન્‍દ્રભાઈ મહેતા (સહકારી આગેવાન અખિલ ભારતીય), નરેન્‍દ્રસિંહ જાડેજા (ચેરમેન, જીવન કોમર્શીયલ બેંક), કેતનભાઈ મારવાડી (મારવાડી યુનિવર્સિટી, ચેરમેન), ખોડીદાસભાઈ પટેલ (ચેરમેન, આર. કે. યુનિવર્સિટી), શિવલાલભાઈ આદ્રોજા (ચેરમેન, એન્‍જલ ગ્રુપ), ઈન્‍દુભાઈ વોરા (ઈકોનોમીક ટ્રેડર્સ), નીતીનભાઈ ઢાંકેચા (લોધીકા તાલુકા સંઘ, ચેરમેન), શશીકાંતભાઈ કોટેચા (ટ્રસ્‍ટી, લાઈફ ગ્રુપ), વેજાભાઈ રાવલીયા (સીઝન્‍સ હોટલ), જીતુભાઈ ચંદારાણા (વાઈસ ચેરમેન, મારવાડી યુનિવર્સિટી), બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન મેટોડા), રામભાઈ મોકરીયા (ચેરમેન, મારૂતિ કુરીયર પ્રા. લી.), રાજેશભાઈ પોબારૂ (પ્રમુખ, સટ્ટા બજાર વેપારી એસોસીએશન), ભાવેશભાઈ પટેલ (પટેલ ટિમ્‍બર, બિલ્‍ડર), રાજાભાઈ હિન્‍દુજા (શ્રીનાથજી શેર એન્‍ડ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ), જયેશભાઈ લોટીયા (સાધના રેડીયો), અર્જુનભાઈ શીંગાળા (રા.ના. સહ. બેંક ડીરેકટર), મનીષભાઈ માડેકા (રોલેકસ રીંગ્‍સ પ્રા. લી.), દિનેશભાઈ ગોળવાળા (ઈગલ ટ્રાવેલ્‍સ), કિશોરભાઈ કોટક (ઓમ એન્‍ટરપ્રાઈઝ, બુલીયન મર્ચન્‍ટ), રાજેશભાઈ લીંબાસીયા (ઉદ્યોગપતિ), દિપકભાઈ ઠુંમર (અગ્રણી ઉદ્યોગપતિ), શૈલેષભાઈ ગોવાણી (બિલ્‍ડર્સ), તરૂણભાઈ સાગર (જે.જે. એન્‍ડ સન્‍સ જવેલર્સ, શારજહા), આશીષભાઈ ભુતા (ઉદ્યોગપતિ), મિતેષભાઇ ખુંટ (એચ.કે. ટાઈમ ઈન્‍ડિયા), અરવિંદભાઈ શાહ (મીડલેન્‍ડ સિમેન્‍ટ), હિતેશગીરી ગોસ્‍વામી (અગ્રણી બિલ્‍ડર) સહિતના ઉપસ્‍થિત રહેશે.

 નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, યોગેશભાઈ પૂજારા, સ્‍મિતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી વગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, શિલ્‍પાબેન પૂજારા, સુધાબેન ભાયા, જશુમતીબેન વસાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:49 pm IST)