Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વોર્ડ નં. ૧પના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧પના વિજયનગર, રામનગર, કુબલીયાપરા વિસ્તારમાં ૧૯ લાખના ખર્ચે વોર્ડનાં કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા, મકબુલભાઇ દાઉદાણી, માસુબેન હેરભા તથા ભાનુબેન સોોરાણી સહિતના પ્રયત્નોથી ડ્રેનેજ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામ શરૂ થતા વિસ્તારવાસીઓનો વર્ષો જુની સમસ્યા ઉકેલાઇ છે. આજે આ કામનું ખાત મુહુર્ત વિપક્ષી નેતા વશરામભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાસુભાઇ ભંભાણી પ્રમુખશ્રી વોર્ડ ૧પ  અરવિંદભાઇ મુછડીયા, મહામંત્રી વોર્ડ ૧પ હીરાભાઇ ચાવડા, સંગઠન મંત્રીશ્રી ખીમજીભાઇ મારવાડી, સમાજના પ્રમુખ હીરાભાઇ પરમાર, નરેશભાઇ પરમાર, પોલાભાઇ રાઠોડ, આણંદભાઇ ચાવડા સહિતના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)