Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વોર્ડ નં.૦૨ છોટુનગર સોસાયટીમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ વોર્ડ નં.૦૨નાં જાગૃત કોર્પોરેટરો દ્વારા વિસ્તારના જુદા જુદા લોક ઉપયોગી કામો મંજુર કરાવી આપવામાં આવે છે. તેનાજ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં આવેલ છોટુનગર કો. ઓપરેટીંગ હાઉસીંગ સોસાયટીમાં સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્તે કરાયું.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકોર, સોફીયાબેન દલ, ર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ પંડિત,  વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, છોટુનગર કો. ઓપરેટીંગ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ ડો. અરવિંદભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ પંડયા, સંજયભાઈ રાજયગુરૂ, સમીરભાઈ વસાવડા, હસુભાઈ ધંધુકિયા, પ્રોફેસર પરમાર સાહેબ, મહિલા મોરચા વોર્ડ નં.૦૨ના પ્રમુખ દીપાબેન કાચા, મહામંત્રી દેવ્યાનીબેન, ધારાબેન વૈશ્નાવ, સીમીબેન, હર્ષિદાબા અને સોનીબેન, જે.ડી. ઉપાધ્યાય, રાજુભાઈ લાખાણી, અને સરદાર બાગસિંદ્ય વિગેરે બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 pm IST)