Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પવનપુત્ર ગરબી મંડળ-સોરઠીયાવાડી ચોક

રાજકોટ :. આસો નવરાત્રી આડે હવે માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે નવરાત્રી આગમનના પડઘમ પૂરજોશમાં સંભળાય રહ્યા છે. શહેરના સોરઠીયાવાડી ચોક બગીચા પાસે છેલ્લા ૨૯ વર્ષથી પવનપુત્ર ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન દર વર્ષે ગરબે ઘુમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ગરબી મંડળની બાળાઓને પ્રજ્ઞેશભાઈ સુરાણી, ક્રિષ્નાબેન, રાજુભાઈ કાપડી, શૈલેષભાઈ પીઠવા, નિલેશભાઈ સોરીયા, ગણપતભાઈ બોળીયા, કિશોરભાઈ ઠાકર, કાળુભાઈ કિયાડા, વિજયભાઈ સોલંકીના માર્ગદર્શન તળે રાસની તાલીમ લેવાઈ રહી છે. ગરબી મંડળની બાળાઓનો મોગલ રાસ, શિવ રાસ, હનુમાન ચાલીસા, લેરી લાલા, ગરવી ગુજરાત સહિતના રાસોએ ભારે આકર્ષણ જમાવે છે. ગરબી મંડળના આયોજનને દીપાવવા રઘુભાઈ બોળીયા, માજી મેયર રક્ષાબેન બોળીયા, શૈલેષભાઈ પાબારી, રાજુભાઈ પોપટ સહિતના સેવા બજાવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)