Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કાલે બહેનોના રાસોત્સવ : પાંચ હજાર દિવડાની આરતી

આરાધ્ય કલબ દ્વારા સહિયરના મેદાનમાં એક દિવસીય રાસોત્સવ : પરિવારજનો માટે અલગ ગેલેરી - સ્ટેડિયમ સીટીંગ - ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા. ૮ : આરાધ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જીલ એન્ટરટેઈનમેન્ટના વિશેષ સહયોગથી આવતીકાલે તા.૯ના મંગળવારે સહિયર રેસકોર્ષ ખાતે સાંજે ૬ વાગ્યે પાંચ હજાર દીવડાઓની મહાઆરતીથી રાસોત્સવની શરૂઆત થશે. આયોજનની વિશેષતા એ છે કે અહિંયા માત્ર બહેનો જ રાસે રમી શકેશે. વિશાળ પટાંગણ - પરીવારજનો માટે અલગ ગેલેરી, સ્ટેડિયમ સીટીંગ તથા સંપૂર્ણ સીકયોરીટી બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

રાસની રમઝટ માટે જે.બી.એલ. વર્તેક સિસ્ટમ ગ્રાઉન્ડ પર ગુંજશે તથા તેજસ શીશાંગીયાના શબ્દ સંચાલન સાથે તેમનું સંગીતવૃંદ આઈએસઓ સર્ટીફાઈડ અને વર્ડ રેકોર્ડ મ્યુઝીક ગ્રુપ જીલ એન્ટરટેઈનમેન્ટ સંગીત સંચાલન કરશે તથા નામાંકિત સ્વરકારો દાંડીયા કીંગ રાહુલ મહેતા, તેજસ શીશાંગીયા અને ચાર્મી રાઠોડના કંઠે ગરબાના તાલે બહેનો રાસની રમઝટ બોલાવશે. પારદર્શક કોમ્પીટીશન થશે.

સહિયરના પટાંગણમાં આરાધ્ય કલબમાં રાસે રમવા આરાધ્ય કલબએ તમામ પ્રોફેશ્નલ પ્લેયર્સને પણ નિમંત્રણ પાઠવ્યુ છે. સાંજે ૭ કલાકે ૫ હજાર દીવડાની મહાઆરતીમાં જોડાવવા તમામ લેડીઝ ખેલૈયાઓને જોડાવવા આરાધ્ય કલબના નિલેશ શીશાંગીયાએ જણાવ્યું હતું.

સહિયર રાસોત્સવના આયોજકો સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાનો આ તકે વિશેષ આભાર માનતા આરાધ્ય કલબના પરાગ દુધરેજીયા, સંજય શાહે જણાવ્યું હતું કે આરાધ્ય કલબમાં બહેનોનો રાસોત્સવ યોજાશે. જેમાં વિજેતા થનાર બહેનોને પ્રોફેશ્નલ પ્લેયર્સની રમત પર ધ્યાન દેવા માટે જજની કુલ બે પેનલ નિર્ણયો લેશે.

આયોજનમાં આરાધ્ય કલબના યુવા આયોજક નિલેશ શીશાંગીયા, સંજય શાહ, પરાગ દુધરેજીયા, ભાવેશ વિસરીયા, વિક્રમ બોરીચા, યુગ આર્યા, નિખિલ ગોંડલીયા, જોસેફ સબાસ્તિયન, જય પટેલ, હેમાંગ દસાડીયા, મુન્નાભાઈ પટેલ, માં સાથે આરાધ્ય કલબની ટીમે આમંત્રણ પાઠવ્યુ છે. વધારે વિગત માટે મો.૯૮૯૮૯ ૨૩૮૦૯, ૯૮૯૮૨ ૮૪૮૦૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)