Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પ્રખર જીદવયા પ્રેમી પ્રતિક સંઘાણીને 'અવધૂત' એવોર્ડઃ સાંજે મુખ્યમંત્રીના હસ્તે અર્પણ થશે

રાજકોટ તા. ૮ : જીવદયા પ્રેમી, લાખો અબોલ જીવોને બચાવવામાં નિમિત્ત બનનાર, એનિમલ હેલ્પલાઇનના સ્થાપક ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ-SPCA વેજિટેરિયન સોસાયટી, સમસ્ત મહાજન સહિતની અને ક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રવૃત પ્રતીક સંઘાણીને આજે તા.૮ સોમવારે, બપોરે ૩ કલાકે, પ્રમુખ સ્વામી સભાગૃહ (કાલાવડ રોડ, રાજકોટ) ખાતે ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 'અવધૂત એવોર્ડ'થી અદકેરૃં સન્માન થશે. રંગ અવધૂત ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના નિમાવતજી, બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત ''ગારડી એવોર્ડ'' પણ તેઓ મેળવી ચુકયો છે.

પ્રતિક સંઘાણી રાજકોટની શ્રી કરૂણ ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ-શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીના ટ્રસ્ટી છે તેમજ પેટા-ઇન્ડિયા, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિઘાઆઉટ ક્રુઆલ્ટી, વિવેકાનંદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતી સમીતી, દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, એનીમલ વેલફેર બોર્ડ, ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ, વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે ખુબ જ સક્રિય રીતે જોડાયેલા છે પ્રતિકભાઇ એ M.J.M.C, M.Phil, સુધી ઉચ્ચ અભ્યાસ કરેલ છે.  પ વર્ષ પૂર્વે દુષ્કાળ જેવી પરિસ્થિતિને લઇને ૩પ૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલા ૬ કેટલ કેમ્પોના સંચાલનમાં નિમિત બનેલા પ્રતિક સંઘાણી વ્યવસાયે કોર્પોરેશન ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે. કતલખાને જતા જીવ બચાવવા અંગે રાષ્ટ્રીયકક્ષાએ કામગીરી કરી રહેલા પ્રતિક સંઘાણીને કરૂણા ફાઉન્ડેશન પરિવારના જીવદયાપ્રેમીઓ મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, રમેશભાઇ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, વિષ્ણુભાઇ ભરાડ, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલ, જીગ્નેશભાઇ સંઘાણી, ઓજસભાઇ સંઘાણી, રીતેષભાઇ સંઘાણી, દિલીપભાઇ સંઘાણી પરિવાર સહિતના અનેકોએ શુભેચ્છા આપી છે. ભગવાન મહાવીર, માતુશ્રી છાયાબેન દિલીપભાઇ સંઘાણી, પિતા દિલીપભાઇ હરસુખભાઇ સંઘાણીના આશીર્વાદ, પત્ની કિંજલબેન સંઘાણીની શુભેચ્છા સાથે અને વ્હાલી દિકરી આંગીના પ્રેમ સાથે જીવનન આગામી વર્ષોમાં જીવદયા-ગૌસેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ નારાયણના લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાના સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવતાં પ્રતિક સંઘાણીને શુભેચ્છા પાઠવવા મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ ઉપરસંપર્ક કરી શકાય છે.

(3:21 pm IST)