Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કાલે મૌલેશભાઈને ૨૫ પાટીદાર સંસ્થાઓ ફુલડે વધાવશે

કલબ યુવીના સથવારે અંબિકા ટાઉનશીપમાં વેલકમ નવરાત્રીમાં ૨૫ પાટીદાર સંસ્થાઓ જોડાશે : એકસાથે ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ નવરાત્રીને કરશે વેલકમ : સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત હાઈટેક અને બેનમૂન આયોજન

રાજકોટ તા.૮ : ઉત્સવ પ્રિય રાજકોટની જનતામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. ત્યારે કલબ યુવી દ્વારા તા. ૧૦થી ૧૮ દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. કલબ યુવીના સથવારે  આવતીકાલે તા. ૯ ને મંગળવારે રાજકોટની રપ પાટીદાર સંસ્થાઓ ને સાથે રાખીને વેલકમ નવરાત્રીની અનેરી ઉજવણી તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને ભામાશા મૌલેશભાઈ ઉકાણીનું અદકેરૂ સન્માન થશે.

રાજકોટના અંબીકા ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સર્વણ ભુમી ખાતે કલબ યુવી દ્વારા પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત દસમાં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા (કલાસીક ગુ્રપ) મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ (કલ્પતરૂ ગુ્રપ), તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી (બેકબોન), શૈલેષભાઈ માંકડીયા (રાધે ગ્રુપ), જીવનભાઈ પટેલ (હાઈબોન્ડ ગુ્રપ), જવાહરભાઈ મોરી (આર્કીટેક), એમ.એમ.પટેલ (કોપર ગ્રુપ) મનસુખભાઈ ટીલવા (ગંગાપાઈપ્સ) તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ધેટીયા કાર્યરત છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે માહીતી આપતા કલબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતુ કે કલબ યુવી નવરાત્રી મહોત્સવની પુર્વ સંઘ્યાએ તા. ૯ ઓકટોમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર વેલકમ નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આયોજક કલબ યુવી સાથે રાજકોટમાં ચાલતી વિવિધ કડવા પાટીદાર સમાજની સંસ્થાઓના હોદેદારો ટ્રસ્ટીમંડળ કારોબારી સભ્યો ના પરિવાર જોડાશે. કલબ યુવીની સાંસ્કૃતીક કલબ, બિઝનેશ વિંગ, વિમેન્સ વિંગ, શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, શ્રી ઉમીયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમીયા ક્રેડીટ સોસાયટી, શ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટ, શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ રાજકોટ ઈસ્ટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ-શાપર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા મહીલા સંગઠન સમીતી, શ્રી ઉમીયા યુવા ફાઉન્ડેશન શ્રી ઉમીયા મહીલા એકટીવીટી નેટવર્ક, ધુલેશીયા કન્યા છાત્રાલય, શ્રી ફિ૯ડમાર્શલ કન્યા છાત્રાલય, શ્રી કચ્છ કડવા પટેલ સમાજ, સિદસર મંદિરનું મુખપત્ર ઉમીયા પરિવાર, શ્રી પટેલ સર્વિસ કલાસ સોશ્યલ ફોરમ, કડવા પટેલ મહિલા સોશ્યલ ગુ્રપ, શ્રી ઉમિયા સ્પોર્ટસ કલબ, તથા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સંસ્થાના સ્પોન્સર પરિવાર ઉપરોકત કાર્યક્રમમાં જોડાશે કલબ યુવીના માઘ્યમથી પાટીદાર સમાજના નાના માણસથી માંડીને ટોચના ઉદ્યોગપતી સહીત તમામ પાટીદારો એક પ્લેટફોર્મ પર સંગઠીત થઈ પરિવાર સાથે નવરાત્રી મહોત્સવને ને વેલકમ કરે તેવું આયોજન થયું છે.      

હમેંશા કંઈ નોખુ-અનોખું કરવા જાણીતી સાંસ્કૃતીક કલબ 'કલબ યુવી 'દ્રારા નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયાની આરધના કરવાની સાથોસાથ રાજકોટની તમામ સંસ્થાઓ એક મંચ પર એકત્ર થઈ નવરાત્રી મહોત્સવ પૂર્વે વેલકમ નવરાત્રીની ઉજવણી કરે તેવું આયોજન થયું છે. જગવિખ્યાત દ્રારકાધીશ મંદિરમાં મુખ્ય સમીતીમાં ગુજરાત સરકાર દ્રારા નિમણુંક પામેલા કાળીયા ઠાકરના પરમભકત મૌલેશભાઈ ઉકાણીની આ નિમણુંકથી પાટીદાર સમાજને અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને હર્બલ જાયન્ટ તરીકે ખ્યાતી પામેલા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટની બાનલેબની વિવિધ આયુર્વેદીક પ્રંોડકટને પહોંચાડી સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર મૌલેશભાઈ ઉકાણીએ પિતા ડો. ડાયાભાઈ પટેલના આયુર્વેદીક જ્ઞાનના વારસાને નિષ્ઠાપુર્વક ના કર્મ સાથે મહેનત અને ઉમદા સુઝબુઝના પરીણામે ગાગર માંથી સાગરની વિશાળતા પ્રાપ્ત કરી છે. 'સેસા' બ્રાન્ડનું ઈન્ટરનેશનલ કોલોબ્રેશન કરી આભની ઉંચાઈને આંબવાની સફળતા વામન કદના વિરાટ વ્યકિતત્વ ધરાવતા મૌલેશભાઈ ઉકાણીએ પ્રાપ્ત કરી છે. ત્યારે પાટીદાર સમાજ સહીતની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ઉમદા સેવા કાર્યોમાં હમેંશા સહકાર આપનાર મૌલેશભાઈ ઉકાણીનું પાટીદાર પરિવારની વિવિધ સંસ્થાઓ દ્રારા અદકેરૂ સન્માન થશે. કલબ યુવીના નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૩૦ કલાકે અનેરા અભિવાદન સમારોહમાં પાટીદાર પરિવારના રપ,૦૦૦ થી વધુ જનમેદનીની ઉપસ્થિત રહે તેવું આયોજન વિવિધ સંસ્થાઓ દ્રારા થયું છે.

વેલકમ નવરાત્રી તથા પાટીદાર શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણીના અભિવાદન સમારોહ અંગે કલબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટર કાંતીભાઈ ધેટીયા કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઈ પટેલ, સંદીપભાઈ માકડીયા, સુરેશભાઈ ઓગાણજા, પ્રફુલભાઈ કાથરોટીયા, અજય દલસાણીયા, બીપીન બેરા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ દલસાણીયા, ઉમીયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટના વિનુભાઈ મણવર, પટેલ સેવા સમાજ તથા પટેલ પ્રગતી મંડળના કિશોરભાઈ ધોડાસરા, શાપર વેરાવળ પટેલ સેવા સમાજના દીલીપભાઈ જાલાવડીયા, ઉમીયા યુવા ફાઉનડેશનના રવિભાઈ ચાંગેલા, પટેલ સેવા સમાજ ઈસ્ટના પ્રતાપભાઈ સીણોજીયા, કચ્છ કડવા પટેલ સમાજના બંટી પટેલ, ઉમિયા પરિવારના સહ સંપાદક તથા કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલ, વિગેરે આજે સાંઘ્ય દૈનીક મુલકાત લઈ વિવિધ માહીતીઓ આપી હતી.

કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગ્રાઉન્ડની જવાબદારી સંભાળતા પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નવરાત્રી મહોત્સવમાં ૧૦,૦૦૦ ખૈલેયાઓે રમી શકે અને ર૦,૦૦૦ દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજ કરાયુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ડોમ, સ્પોન્રશીપ કંપની માટે અલગ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા પ્રથમ વાર નવરાત્રીમાં હાઈટેક અને ડીજીટલ સ્વરૂપ ઉજાગર કરવાનો સાર્થક પ્રયત્ન છે. નવરાત્રીમાં સમગ્ર ઈવેન્ટનું લાઈવ ટેલીકાસ્ટ તથા સ્પોન્સરોની પ્રોડકટને ઉજાગર કરવા માટે વિશાળ એલ.ઈ.ડી. લગાવાઈ છે. તેમજ વિવિધ કંપનીઓના પેવેલીયનમાં પણ એલ.ઈ.ડી. લગાવાઈ છે.

કલબ યુવીના ઉપરોકત આગેવાનોએ જણાવ્યુ હતુ કે જગતજનની ની ઉપાસના માટે પ્રાચીન સાંસ્કૃતીને ધબકતી રાખવાના પ્રયત્નની સાથો સાથ આધુનીક સમય પ્રમાણેની હાઈટેક સુવિધાઓનો પણ ઉપયોગ થશે. માદરે વતનથી દુર વસતા પાટીદાર સહીતના ગુજરાતીઓ સમ્રગ નવરાત્રી મહોત્સવને માણી શકે તથા પરોક્ષ રીતે આ ઉજવણીમાં સામેલ થઈ શકે તે માટે કલબ યુવી નો નવરાત્રી મહોત્સવ દેશ-પરદેશ માં ધેર બેઠા નીહાળી શકાય તેવી અદભુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાઈટેક કોમ્પ્યુટરરાઈઝ સીસ્ટમ દ્રારા કલબ યુવી દ્રારા નવરાત્રી મહોત્સવનું ઈન્ટરનેટ દ્રારા દુનીયાભરમાં પ્રસારણ થશે. WWW.CLUBUV.IN વેબ સાઈટ પરથી નવરાત્રી મહોત્સવનું બોડ કાસ્ટીંગ થશે. સોશ્યલ મીડીયાના માઘ્યમથી માહીતી નવયુવાનો ને મળી રહી છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્રારા ચુનીંદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સિંગર તરીકે દેવભટ્ટ, મયુર બુઘ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન, મીનાક્ષી વાધર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટ માં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા જનકભાઈ શુકલ, સહીતના રપ કલાકારોનો કાફલો કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સ્વમાં સુર તાલનું ભવ્ય સામા્રજય સર્જી સૌને એક તાલે ડોલાવશે.

સમ્રગ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવાં માટે કલબ યુવીના ૧૦૮ સભ્યોની ટીમ ઉત્સાહ પૂર્વક કામે લાગી છે અત્રે ઉ૯લેખનીય છે કે કલબ યુવી દ્રારા ખેલૈયાઓ,દર્શકો તથા આમંત્રીત મહેમાનો માટેના અલગ-અલગ ગેઈટ દ્રારા પ્રવેશ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદ્ ઉપરાંત સમગ્ર મેદાનમાં ટાઈટ સીકયુરીટી અને સી.સી. ટીવી. કેમેરા ગોઠવવામાં આવ્યા છે. અલગ અલગ ત્રણ સ્થળ પર પાર્કીગની અદભુત વ્યવસ્થા આયોજકો દ્રારા કરવામાં આવી છે. તેમ કલબ યુવીના મીડીયા કો-ઓર્ડીનેટર રજનીભાઈ ગોલેે જણાવ્યુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

મેદાન સ્ટેડિયમ જેવું બનાવાયું : સંપૂર્ણ આયોજન ડીજીટલાઈઝેશન

રાજકોટ : કલબ યુવી દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત રાસોત્સવમાં આ વખતે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરાયાનો પાટીદાર અગ્રણી અને મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે આખુ મેદાન ડીજીટલાઈઝેશન કરાયુ છે આ વખતે ૧૦ હજાર ખેલૈયાઓ આરામથી રમી શકે તેવી વ્યવસ્થા છે. સમગ્ર મેદાનમાં ચોતરફ એલઈડી લગાડવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

(3:20 pm IST)