Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ખોડલધામ સાઉથ ઝોન દ્વારા સર્વ જ્ઞાતિ બહેનો માટે નવરાત્રી મહોત્સવ

બહેનો પારીવારીક વાતાવરણમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ પર રાસ રમી શકે તેવી વ્યવસ્થા : લાખેણા ઈનામોની વણઝાર, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

રાજકોટ, તા. ૮ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન દ્વારા સર્વજ્ઞાતિ બહેનો માટે આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારીવારીક વાતાવરણમાં બહેનો જ રમી શકે તે માટે અત્યાધુનિક જેબીએલની મ્યુઝીક સિસ્ટમ્સ રાખવામાં આવી છે. એક લાખ વોટની અતિઆધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ અને પ્રસિદ્ધ ટીવી સીંગરની ટીમ જમાવટ કરશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન દ્વારા શેઠ હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ મેઈન રોડ ખાતે તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન રાત્રે ૮ થી ૧૨ સુધી સર્વ જ્ઞાતિની બહેનો માટે ૨૫૦૦થી વધારે ખેલૈયાઓ ગરબે રમી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સુપ્રસિદ્ધ સીંગર વિશાલ વરૂ, ચિંતન ત્રિવેદી, સોનલ ઠાકોર ગરબાની રમઝટ બોલાવશે. તેમજ ઓરકેસ્ટ્રા તરીકે રવી સાનીયાની ટીમ જમાવટ કરશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલઈડી સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે-નવ દિવસ દરમિયાન વેલ ડ્રેસ તથા કિડ્સ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.

નવરાત્રી મહોત્સવમાં પરીવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને સ્વયં સેવકોની ફોજ મેદાનમાં તૈનાત રહેશે. આયોજન સમિતિ દ્વારા વિશાળ પાર્કીંગ રાખવામાં આવ્યું છે. જેથી કોઈ અગવડતા ન રહે.

સાઉથ ઝોન નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે દેવપરા શાકમાર્કેટ સામે, એકોર્ડ મોલની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે તથા મો.૯૮૨૪૨ ૪૧૭૮૭ પર સંપર્ક કરવો. ખોડલધામ સાઉથ ઝોન નવરાત્રી મહોત્સવમાં સુધીરભાઈ ઠુંમર, ચંદુભાઈ ઘેલાણી, કેતનભાઈ પટેલ, જીતુભાઈ સીયાણી, વલ્લભભાઈ પરસાણા, નાગજીભાઈ શેરડીયા, પરસોતમભાઈ ગઢીયા, અશોકભાઈ નસીત, મહેશભાઈ પીપળવા, દિવ્યેશભાઈ ખુંટ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. મહેશભાઈ લક્કડ, શૈલેષ હાપલીયા, સંજય ગજેરા, હિમાંશુ આસોદરીયા, ગીરીશ સતાસીયા. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:20 pm IST)