Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બ્રહ્મસમાજના વિજેતા ખેલૈયાઓને નિલ સીટી કલબમાં રાસ રમવાની તક મળશે

સતત સાતમા વર્ષે પારિવારીક માહોલમાં આયોજન : આ વર્ષે પણ લાખેણા ઈનામો

રાજકોટ, તા. ૮ : બ્રહ્મપરિવારો માટે બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા રાજકોટ શહેરના બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે ''બ્રહ્મ નવરાત્રી મહોત્સવ - ૨૦૧૮''નું તા.૧૦ થી તા.૧૮ સુધી ગંગોત્રી પાર્ક મેઈન રોડ ઉપરનું ગ્રાઉન્ડ, બી. ટી. સવાણી હોસ્પિટલ સામેનો રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા ૬ વર્ષથી પારીવારીક વાતાવરણમાં બ્રહ્મપરીવારની એકતા, સંગઠન અને ભાતૃ ભાવના કેળવવા તેમજ બ્રહ્મખેલૈયાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે.

આ નવરાત્રી મહોત્સવમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ડો.શરદભાઈ રાજયગુરૂ, શ્રી ધીરૂભાઈ મહેતા, અશોકભાઈ દવે, સુરેશભાઈ મહેતા, બીપીનભાઈ દવે, રસીકભાઈ ભટ્ટ, શૈલેષભાઈ મહેતા, સતીષભાઈ તેરૈયા, ભાુનભાઈ જોષી અને કન્વીનર લલીતભાઈ ધાંધીયા વગેરે સમિતિની રચના કરાયેલ છે.

આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ, વેલ કિડ્સ, વિવિધ વયજૂથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઈનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર વગેરે પ્રકારના ૧૭ જેટલા ઈનામો ૧ થી ૩માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ ઈવેન્ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલ સીટી કલબમાં રમવા માટે તક આપવામાં આવશે.

કપલ પાસ રૂ.૭૦૦ રાખેલ છે અને દૈનિક વ્યકિતદીઠ રમવાનો પાસ પણ ટોકનદરે આપવામાં આવશે. આ માટે નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય, 'સ્પેસ કોમ્પલેક્ષ' (બીજો માળ), ૨૧/૨૨ (કોર્નર), ન્યુ જાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, 'રોયલ કેશર' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ - (ફોન નં.-૦૨૮૧-૨૪૬૩૨૪૭) ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ વચ્ચે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

બ્રહ્મસંગમની વિશેષતા નીચે મુજબ છે. ખ્યાતનામ મ્યુઝીકલ ગ્રુપ, હાઈફાઈ લાઈનર સાઉન્ડ સિસ્ટમ્સ, સમગ્ર કાર્યક્રમની સીસીટીવી કેમેરાથી દેખભાળ, જાણીતી સીકયુરીટી સર્વિસ અને બાઉન્સરની સુવિધા, ફૂડ કોર્ટ, અસંખ્ય ઈનામોની હારમાળા, મહિલા સમિતિ દ્વારા દરરોજ વિવિધ ઈન્વેટ, સંપૂર્ણ પારીવારીક વાતાવરણ, વિશાળ ગ્રાઉન્ડમાં ગ્રીન લોન અને ફ્રી પાર્કીંગ, મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા.

આ નવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના કન્વીનર શ્રી લલીતભાઈ ધાંધીયા અને આ કાર્યક્રમની સફળતા માટે અવિરત કામગીરી કરી રહેલ સર્વ કાર્યકરશ્રી જયેશભાઈ પંડ્યા, ગીરધરભાઈ જોષી, અશોકભાઈ જોષી, જયદેવભાઈ વ્યાસ, અમિતભાઈ માઢક, જીજ્ઞેશભાઈ દવે, મનીષભાઈ બામટા, દિલીપભાઈ દવે, પંકજભાઈ ચાંવ, ઉમેશભાઈ જોષી, હિતેશભાઈ મહેતા, મહેન્દ્રભાઈ જોષી, મહેન્દ્રભાઈ જોષી, વિજયભાઈ ઝુંડાળા તેમજ મહિલા પાંખના સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:19 pm IST)