Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રૈયાધાર પરથી રમેશ ઉર્ફ દકુ અને તેજસ ઉર્ફ રાજૂ દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ૮: રૈયા ધાર પર પાણીના ટાંકા પાસેથી યુનિવર્સિટી પોલીસે એકટીવા નં. જીજે૦૩એલજે-૩૨૧૧માં દારૂની ત્રણ બોટલ સાથે નીકળેલા બે શખ્સને પકડી લીધા હતાં.

પુછતાછમાં આ બંનેએ પોતાના નામ રમેશ ઉર્ફ દકુ ધનજીભાઇ બોખાણી (ઉ.વ.૨૫-રહે. રૈયાધાર ઇન્દિરાનગર) અને તેજસ ઉર્ફ રાજુ નિલેષભાઇ કાપડી (ઉ.વ.૨૧-રહે. રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે) જણાવ્યા હતાં. બંને પાસેથી દારૂ, વાહન મળી રૂ. ૨૬૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પીઆઇ ઠાકરની રાહબરીમાં હેડકોન્સ. યુવરાજસિંહ ઝાલા, કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે કાર્યવાહી કરી હતી.

(12:47 pm IST)