Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

પોલીસમેન પર હુમલો કરનાર પાંચ શખ્સોને યુનિવર્સિટી પોલીસે પકડ્યાઃ આકરી પુછતાછ

રાજકોટઃ ગાંધીગ્રામના કોન્સ. સવજીભાઇ હમીરભાઇ હુંબલ પર ગઇકાલે કિડની હોસ્પિટલ સામે રાધાકૃષ્ણ સોસાયટીમાં પોતાના ભાડાના મકાને આટો મારવા ગયા ત્યારે ત્યાં ગંદકી હોઇ ત્યાં ઉભેલા પાંચ શખ્સોને આ બાબતે પુછતાં તેણે હુમલો કર્યો હતો. આ મામલે ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમના પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ ડી.વી. બાલાસરા તથા સ્ટાફે પાંચ આરોપી વિજય રાજેશભાઇ રાઠોડ, મનોહરસિંહ ઉર્ફ મયુર માનસિંહ સોલંકી, દિલીપ બાલુભાઇ સોસા, રાહુલ હરીશભાઇ વાઢેર અને જતીન બીજલભાઇ ચાવડાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

(11:12 am IST)