Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બે સ્થળે તિનપત્તી રમતાં ૧૨ પકડાયા

તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસના દરોડા

રાજકોટ તા. ૮: જૂગારના બે સ્થળે દરોડામાં પોલીસે ૧૨ની ધરપકડ કરી રૂ. ૩૬૮૩૦ની રોકડ કબ્જે લીધી હતી.

તાલુકા પોલીસે ખોડલ પેલેસમાં ફલેટ નં. એ-૧૦૨માં પહેલા માળે દરોડો પાડી તેમાં જૂગાર રમી રેહલા જગદીશ બચુભાઇ બારોટ (ઉ.૪૪-રહે. ઢેબર રોડ શિવાલીક એપાર્ટમેન્ટ એફ-૧૧), મેહુલ મુકુંદભાઇ જોષી (ઉ.૨૭-રહે. જશરાજનગર-૧), શરદ કાશીરામભાઇ ગોંડલીયા (ઉ.૩૦-રહે. બાબરીયા કોલોની-૧) અને દિલીપસિંહ જયુભા ગોહિલ (ઉ.૩૦-રહે. પુનિતનગર, રજવાડી પાનવાળી શેરી)ને પકડી લઇ રૂ. ૨૬૦૯૦ની રોકડ કબ્જે લીધી હતી. જગદીશ બારોટે પોતાના ઓળખીતા સંજયભાઇના મકાનમાં આ જૂગારધામ શરૂ કર્યુ હતું.

પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, ગોપાલસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ગોપાલનગર-૧ (અ)માં રહેતાં બ્રિજેશ જીવણભાઇ ગોહેલ (મોચી) (ઉ.૩૪)ના ઘરમાં દરોડો પાડી તેને તથા સાગર પ્રવિણભાઇ પરમાર (ઉ.૨૪-રહે. કણકોટ પાટીયે રૂડા-૨ ઇ-૨૦૧), સુનિલ નંદલાલ પરમાર (ઉ.૩૨-રહે. જીવંતિકાનગર-૨), સંદિપ કાંતિલાલ શીંગડીયા (ઉ.૩૧-રહે. યોગરાજનગર માધાપર), હિરેન નરોત્તમભાઇ ચાવડા (ઉ.૨૭-ગોપાલનગર-૧-અ), ધર્મેન્દ્ર વિનોદભાઇ રાઠોડ (ઉ.૩૭-રહે. અક્ષરનગર-૫), ભુપત રામજીભાઇ પરમાર (ઉ.૩૨-રહે. અક્ષરનગર મેઇન રોડ) તથા વર્ષાબેન રાજેશભાઇ ગોહેલ (ઉ.૩૫-રહે. ગોપાલનગર-૧ (અ)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૦૭૪૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ભટ્ટ, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘૂઘલ, કનુભાઇ બસીયા સહિતે દરોડો પાડ્યો હતો. (૧૪.૭)

(4:23 pm IST)