Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સોમવારે મહાવીર સ્વામી જન્મવાંચનઃ ૧૪ સ્વપ્નાની ઉછામણી

પર્યુષણ પર્વ રાજકોટ રત્નથી નિધીબેન મહેતા (જામનગર), કમલેશભાઈ શાહ (રાજકોટ) તથા અશોકભાઈ (રાજકોટ)નું ડુંગર દરબારમાં પૂ.સુશાંતમુનિ, પૂ.નમ્રમુનિ મ.સા. આદિ સંત - સતીજીઓની નિશ્રામાં સન્માન કરાયેલ.

રાજકોટ,તા.૮: પર્વાધિરાજ પર્યુષણ પર્વના મંગલમય દિવસો ધર્મોલ્લાસભેર પસાર થઈ રહ્યા છે. આજે ત્રીજો દિવસ છે. પર્યુષણના દિવસો માત્ર પર્વના દિવસો નથી પરંતુ પર્વાધિરાજ તરીકે તેની ગણના થાય છે. આ પર્વની પાછળ સર્વજ્ઞ ભગવંતોની દ્રષ્ટિ પડેલી છે. શ્રી જિનશાસનની છબી રહેલી છે.

આજે સવારે ઉપાશ્રયોમાં પૂ.ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન દરમ્યાન ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી રચિત 'કલ્પસૂત્ર' ગ્રંથની ઉછામણી બોલાઈ હતી અને લાભાર્થી પરિવારને ઘેર આજે વાજતે ગાજતે 'કલ્પસૂત્ર' ગ્રંથ લઈ જવામાં આવેલ આવતીકાલ રવિવારે લાભાર્થી પરિવાર વાજતે ગાજતે 'કલ્પસૂત્ર' ગ્રંથ ઉપાશ્રયે લાવશે અને પૂ.ગુરૂ ભગવંતને વહોરાવશે. ત્યારબાદ કલ્પસૂત્રના વ્યાખ્યાન શરૂ થશે.

સોમવારે પર્વાધિરાજ પર્યુષણનો પાંચમો  દિવસ છે. પૂ.ગુરૂ ભગવંત કલ્પસૂત્રના વાચન દરમ્યાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મવાંચન કરશે. તેમજ માતા ત્રિશાલાને આવેલા ચૌદ સ્વપ્નાનું વર્ણન કરશે. સંઘમાં  ચૌદ સ્વપ્નાની ઉછામણી થશે. લાભાર્થી પરિવાર સ્વપ્નને અક્ષતના વધામણા કરશે અને ફૂલની માળા અડાવીને અનન્ય લાભ લેશે. ઠેરઠેર મહાવીર જન્મ વાચન તથા ૧૪ સ્વપ્નાની ઉછામણી થશે. લાખો મણ ઘીની બોલી બોલાશે.

અનેક સંઘોમાં શ્રી મહાવીર જન્મ વાચનના દિવસે બપોર સ્વામિ વાત્સલ્ય સંઘ જમણ યોજાશે. દરેક જૈન સંઘોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે.

નાલંદા તીર્થધામ

ગો. સંપ્ર. ના સોૈરાષ્ટ્રના  સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા. ૧૦ ને સોમવાર ના રોજ સવારે ૮.૧૫ થી ૯.૧૫ સુધી ભકતામર પાઠ ૯.૧૫ થી ૧૦.૩૦ સુધી મહાવીર જન્મદિવ્યદેશના, લાખેણા ઇનામોની વણઝાર, મહાવીર જયંતિ ના દિને સેલા,સાડી વગેરે વિવિધ ઇનામો અપાશે. ભવ્ય લકી ડ્રો માં સવારે ૯ વાગ્યા સુધી ચીઠ્ઠી નાખવા દેવામાં આવશે. મહાવીરની મહતા વિશે પૂ. મહાસતીજી ઉપદેશ સંદેશ પાઠવશે, અનેક દાતાઓ તરફથી દેશના પૂર્ણ થયા બાદ બહુમાન સન્માન કરવામાં આવશે. બપોરે ૩ થી ૪ ''શ્રી મહાવીરાય નમઃ'' ના જાપ થશે. પૂ મહાસતીજીનો સંદેશ છે કે જીભ જાપમય, મન મૈત્રીમય, પળ પરમાત્મામય સમય સાધનામય, અંતર શ્રધ્ધામય બનાવતા શીખો. તા ૧૪ ને શુક્રવાર ના રોજ જેમણે નાલંદા તીર્થધામમાં તપસ્યા કરી હોય, અઠમથી માંડીને ૩૦ ઉપવાસ સુધીના દરેક તપસ્વીઓના પારણા તથા બહુમાન વિવિધ દાતાઓ તરફથી કરાવવામાં આવશે. સવંત્સરી મહાપર્વના દિને અંતર આલોચના, સાંજે પ્રતિક્રમણ ભાઇ-બહેનો, વડિલો, બાળકો, વૃધ્ધો માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી આદિનાથ ટ્રસ્ટ, સોનલ સેવા મંડળ, ચંદ્રભકત મંડળ સતત જહેમત ઉઠાવી રહ્યું છે.

 યુનિ. રોડ દેરાસર

શ્રી કલ્પસૂત્ર દ્યરે પધરાવવાનો લાભ શ્રી સંદ્ય ના આદેશથી ઉછામણી થી વાદ્યર પરીવાર ને મળતા આજે સાંજે પ્રતીકમણ બાદ રાત્રે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને જયકાંતભાઈ પ્રેમચંદભાઈ વાધર(મહેતા) અનિષભાઇ જે વાધર (મહેતા) ૧૦૨,રાધે કિષના બિલડીંગ વોકહાટ હોસ્પિટલ ની સામે નોબલ મેડિકલ શેરી કાલાવડ રોડ  દર્શન તથા ભકિત સંગીત નો લાભ અનીષભાઇ વાદ્યરે  સહ પરિવાર - સકલ સંદ્ય ને સહર્ષ આમંત્રણ પાઠવ્યું છું.

વિમલનાથ દેરાસર

આજે સવારે ૬.૩૦ પરમાત્મા ના પક્ષાલ નો લાભ રંજનબેન પ્રભુદાસ માટલિર્યાં એ લીધેલ હતો સવારે પ્રભાવના ચેતનાબેન અતુલભાઈ પારેખ પરિવાર તરફથી  હતી. વિમલનાથ જીનાલય ના આરાધકો ર્ંબહેનોનું પ્રતિક્રમણ સાંજે ૬ કલાકે સાધનાબેન વિપુલભાઈ દોશી એ-૨૧ એફિલ ટાવર વિમલનાથ માર્ગ - જીનાલયની સામેની સાઇડ રાખવા માં આવેલ છે. સાંજે ૯ વાગે આંગી સમૂહ આરતી ઙ્ગપ્રભાવના ચેતનાબેન અતુલભાઈ પારેખ પરિવાર તરફથી લેવાયેલ  છે.

 કાલે ૦૯ સવારે અષ્ટપ્રકારી પૂજા ૭.૩૦કલાકે યોજાશે. સુખડીના લાભાર્થી ચેતનાબેન અતુલભાઇ પારેખ, ફૂલના લાભાર્થી અશોકભાઈ છગનભાઈ મેહતા, ફળના લાભાર્થી રમેશભાઈ નાનાલાલ સંદ્યવી છે.

૧૨ વર્ષના નાના પૂજા કરવા આવતા બાળકો ની પ્રભાવના ચિ.હિર દર્શનભાઈ શાહ પરિવાર તરફથી ર્ંબહેનોનું પ્રતિક્રમણ સાંજે ૭.૩૦ કલાકે સાધનાબેન વિપુલભાઈ દોશી એ-૨૧ એફિલ ટાવર વિમલનાથ માર્ગ - જીનાલયની સામેની સાઇડ રાખવા માં આવેલ છે. સાંજે  ૯ વાગે આંગી સમૂહ આરતી ઙ્ગપ્રભાવના વીમીબેન અમીનેષભાઈ રૂપાણી પરિવાર તરફથી છે.

તા.૧૦ના રોજ મહાવીર વાંચન બેસતો મહિનો સવારે ૬.૩૦ કલાકે શ્રી ગૌતમસ્વામીનો પક્ષાલ પ્રભાવના જયોતિબેન સુરેશભાઈ દોશી તરફથી રાખવામાં આવેલ છે.

વિમલનાથ જીનાલય ની સાતમી સાલગીરી આગામી તા.૧૩/૧૨ના ઙ્ગઆવે છે. તેનો મુખ્ય ધજા નો આદેશ તા.૧૦ને સોમવાર પારસધામ જીનાલય મહાવીર જન્મ વાંચન સ્વપ્નની બોલી દરમ્યાન આપવામાં આવશે. બહેનોનું પ્રતિક્રમણ સાંજે ૭.૩૦ કલાકે સાધનાબેન વિપુલભાઈ દોશી એ/૨૧ એફિલ ટાવર વિમલનાથ માર્ગ - જીનાલયની સામેની સાઇડ રાખવા માં આવેલ છે.

સાંજે ૯ વાગે આંગી સમૂહ આરતી પ્રભાવના જયોતિબેન સુરેશભાઈ દોશી પરિવાર તરફથી છે. રોજ નીતનવી આંગી અને રંગોળી કરવા માટે  સાધનાબેન, નેહલબેન, પ્રીતિબેન, રૂપાબેન,  અર્ચીતાબેન,  નીતાબેન, નયનાબેન, હેતલબેન, પૂજાબેન, કિંજલબેન તનય, વગેરે સેવા આપે છે.

પર્વને સુંદર રીતે પૂર્ણ કરવા વિમલનાથ જીનાલય ના કન્વિનર વિપુલભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

 સ્થા.જૈન મોટા સંઘ

શ્રી સ્થા.જૈન મોટા સંઘવિરાણી પૌષધશાળામાં ભવ્ય સમૂહ ચાર્તુમાસ અર્થે કૃપાળુમાં સ્વામીના સુશિષ્યા એવા ત્રેવીસ સતીવૃન્દો બીરાજમાન છે. જેઓના મુખેથી વ્યાખ્યાન વાણીમાં ભગવાન મહાવીર સ્વામીએ જગતને બતાવેલા માર્ગને અનુસરી માનવ ભવ સાર્થક કરવા માટેના અનેક કલ્યાણ માર્ગોનું નીરૂપણ કરી રહયા છે.

આ મહાપર્વાધિરાજ પર્યુષણમાં શ્રી સ્થા.જૈન મોટા ઉપાશ્રયમાં ત્રેવીસ સતીવૃદોના સાનિધ્યમાં અનેક પ્રકારની આરાધના અનુષ્ઠાનો ચાલી રહેલ છે. જેમાં ભાવિકો, માસક્ષમણ, તપ, આયંબીલ- તપ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૮ ઉપવાસ, ૬ ઉપવાસ, અઠ્ઠમતપ વિગેરે તપોના સંતો દ્વારા પચ્ચરખાણ સ્વીકારી વિવિધ મહાતપોની આરાધનામાં જોડાય રહ્યા છે. ભાવિકોની હર્ષોઉલ્લાસથી સવારના પ્રાર્થના, સામાયિક, વ્યાખ્યાન વાણી, ધર્મવાંચણી, ધાર્મિક રમત ગમ્મત, સાંજ પ્રતિક્રમણથી દિનચર્યા પસાર કરી રહ્યા છે. ચાર્તુમાસ દાતા શ્રીમતિ બીનાબેન અજયભાઈ શેઠ, સાયન મુંબઈના ઉદારદિલ અને પૂ.હીનાજી મ.સ.ની પ્રરણા દરેક તપ- આરાધનામાં અનુમોદના તેમજ વ્યાખ્યાન દરમ્યાન લક્કી ડ્રોનુ પણ આ આઠ દિવસો રાખવામા આવેલ છે સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ માનદ્દ મંત્રીઓ હિતેષભાઈ, કોશિકભાઈ સમિતિ સભ્યો તેમજ સંઘાણી સંઘના પ્રમુખ કીશોરભાઈ, માનદ્દ મંત્રી ચેતનભાઈ સેવા અર્પણ કરી રહ્યા છે. પૂજય આર્ચાયા જસાજી મહારાજ સાહેબનું ૧૦૦મું સ્વર્ગારોહણ વર્ષ ચાલી રહ્યું છે અને તેમની સ્મૃતિ અનુસંધાને દર આઠમના દિવસે દરેક ઉપાશ્રયે જાપનું આયોજન હોય છે.

ડુંગર દરબાર

રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રી મુખેથી પર્વાધિરાજ પર્વના ચતુર્થ દિવસ, કાલે તા.૯ને રવિવારે સવારે ૯ કલાક 'પારિવારિક પ્રેમ મહોત્સવ' અંતર્ગત પારિવારિક શાંતિ-સમાધિનું અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

ચતુર્થ દિવસના લાભાર્થી સંઘપતિ શ્રી રશ્મિકાંતભાઈ લાલજી ભાઈ હેમાણી પરિવાર દ્વારા અષ્ટમંગલના શુભ પ્રતીક સાથે ગુરુ ભગવંતોના પ્રવેશ વધામણાં કરવામાં આવશે. શ્રી હેમાણી પરિવાર દ્વારા ગુરુ ભગવંતોના કરકમલમાં પોથી અર્પણ કર્યા બાદ આયોજિત કરવામાં આવેલાં પારિવારિક પ્રેમ મહોત્સવમાં પૂજન વિધિ કરાવવામાં આવશે.

આ અવસરે પરિવારના સભ્યો પરસ્પર એકબીજાના ચરણોનું પૂજન કરીને આજ સુધી થએલી ભૂલો માટ ક્ષમા માંગીને પ્રેમનું આદાન-પ્રદાન કરશે. સાથે ધર્મસ્થાનકોમાં સેવા બજાવતા ધર્મ સેવકોનું સભામાં સન્માન કરાશે. ઉપરાંત રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે બપોરે ૩ થી ૫ કલાક દરમ્યાર બાલ આલોચનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

જયારે તા.૧૦ને સોમવારે સવારે ૮:૪૫ કલાકે ડુંગર દરબાર પટાંગણમાં પ્રભુ મહાવીરનો જન્મોત્સવ તથા માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 આ દિવસે રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમાં પોથી વહોરાવવાનો લાભ એ દિવસના સંઘપતિ મીનાબેન નરેન્દ્રભાઈ દોશી એવમ્, મેઘા કેવિન કામદાર-શ્રી દેશના દોશી પરિવારે લીધેલ છે. શ્રી રોયલ પાર્ક સંઘને પ્રાપ્ત ઐતિહાસિક ચાતુર્માસમાં પરમાત્માની અમૃતવાણીનાં ઘુંટડા પીવા શ્રીસંઘ વતી ચંદ્રકાંતભાઈ શેઠ સર્વને આમંત્રણ પાઠવ્યું છે

મણીયાર દેરાસર

પર્વાધીરાજ પર્યુષણ પર્વ દરમ્યાન શ્રી મણીયાર દેરાસરજી એ દરરોજ રાત્રે અંકુરભાઇ શાહનુ ભકિતસંગીત રાત્રે ૯ થી ૧૧-૩૦ સુધી ભાવના ચાલુ રહે છે.

સોમવાર તા. ૧૦-૯-૧૮ના રોજ શ્રી મહાવીર જન્મવાંચન નિમિતે સવારે ૧૦ વાગ્યે સ્વપ્ન ઉછામણી તથા સ્વપ્નો વધાવવામાં આવશે. અને રાત્રે દેરાસરજીમાં પ્રભુજીને હજારો સાચા ફુલોની ભવ્ય આંગી (અંગરચના) સેંકડો દિવાઓની સાથે રચવામાં આવશે. દેરાસરજી દર્શનાર્થે રાત્રે ૧૨ સુધી ખુલ્લી રાખવામાં આવશે.

ઉપરાંત મહાવીર જન્મવાંચન નિમિતે મહાપુજા પણ રાખવામાં આવેલ છે.

સમગ્ર મહાપુજાનો લાભ લક્ષ્મીબેન રાજમલજી બાગરેચા, રોહીણીબેન બામનમલજી ગાંધી, હીરાચંદ નથમલજી શાહ, લક્ષ્મીબેન શિવલાલજી રામસીના, ઉત્તમચંદ હિરાચંદ ખીવસરા, સુગંધાબેન ઓમકારમલજી જૈન, સુંદરબેન નાનચંદજી જૈન તથા સંઘવી મોહનલાલજી શાંતિલાલ પરિવારે લીધેલ છે. તેમ દિલીપભાઇ પારેખે જણાવેલ છે.

કાચનું જિનાલય

શ્રમજીવી કાચના જિનાલયે પૂ. ગચ્છાધિપતી સાહેબના સમુદાયનાં સાધ્વીજી ભગવંતશ્રી લબ્ધિગુણાશ્રીજી મા.સા.નાં શિષ્યા તપસ્વી રત્ના ૧૮૮ આયંબિલ ઓળીના આરાધક પૂ. સા.મ. તત્વદર્શના શ્રીજી મા.સા. આદિઠાણા-૩ની શુભનિશ્રામાં ભવ્યાતિભવ્ય પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી થઇ રહેલ છે. પર્યુષણ પર્વે ઉગ્ર તપ, આરાધના, પક્ષાલપુજા, અષ્ટ પ્રકારી પુજા, નવકાર મંત્રનાં જાપ-સ્નાત્રપુજા તેમજ (સયંમી જીવન) ગાળવા બહેનો ઉપાશ્રયમાં પોૈષધો લઇ રહેલા છે. સાંજેે બહેનોનું પ્રતિક્રમણ ૭/૧૫ તેમજ ભાઇઓનું પ્રતિક્રમણ સાંજે ૭/૧૫ તેમજ સવારમાં દરરોજ ૬ કલાકે ૪૦ રૂ.ની પ્રતિક્રમણ પ્રભાવના થાય છે. રાત્રી પ્રભુ ભકિત થઇ રહી છે. સોમવારે સવારે ૯-૩૦થી ૧-૩૦ ''સ્વપ્ન ઉછામણી'' બપોરે સાધર્મિકભકિતનો લાભ લેવા મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયાએ વિનંતી કરેલ છે. ઉપાસના યુવક મંડળ દ્વારા સોમવારે પ્રભુજીને અંગરચના કરાશે આ અંગે મહેશ મહેતા, કનૈયાલાલભાઇ મહેતા, વિનોદ કોરડીયા રમેશ મહેતા, ચેતન મહેતા સહિતના જહેમત ઉઠાવી રહેલ છે.

(4:23 pm IST)