Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

'એટ ધીસ ટાઇમ લીડર્સ' : ૩૧ મહારથીઓની જીવન ગાથા વર્ણવતા પુસ્તકનું કાલે વિમોચન

સુભાષ ડોબરીયાએ ૧૮૦ પાનામાં સંઘર્ષ, મુલ્યો અને સિધ્ધાંતની વાતોને આલેખી

રાજકોટ તા. ૮ : સુભાષ ડોબરીયા દ્વારા પ્રકાશિત 'એટ ધીસ ટાઇમ લીડર્સ' પૂસ્તકનો વિમોચન સમારોહ કાલે તા.૯ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે એ.પી.પટેલ કન્યા છાત્રાલય, એસ્ટ્રોન સોસાયટી ખાતે યોજાયો છે.

પૂસ્તકની રસપ્રદ વાતો વર્ણવતા સુભાષ ડોબરીયાએ જણાવેલ કે મને ૧૫-૧૭ વર્ષની ઉંમરથી લખવાનો શોખ જાગ્યો છે. આ પહેલા સુરત ક્ષેત્રના અગ્રણીઓની સિધ્ધીઓને આવરી લઇને પ્રથમ પૂસ્તક લખ્યુ હતુ. આ વખતે રાજકોટ ક્ષેત્રના ૩૧ મહારથીઓને આવરી લઇ ૧૮૦ પાનાનું પૂસ્તક લખ્યુ છે.

શિવલાલભાઇ વેકરીયા, ચંદુભાઇ વિરાણી, પ્રવિણભાઇ ભાલોડીયા, વિઠ્ઠલભાઇ ધડુક, પોપટભાઇ કણસાગરા સહીતની પ્રતિભાવંત વ્યકિતઓની જીવનગાથા, સંઘર્ષો, મુલ્યો અને સિધ્ધાંતોને વર્ણવવા પ્રયાસ કરેલ છે.

સફળ લોકોના જીવનમાંથી બધાને પ્રેરણા મળે તેવા આશયથી આ પૂસ્તક લખવા પ્રેરાયો હોવાનું સુભાષ ડોબરીયાએ જણાવેલ. જોકે 'એટ ધીસ ટાઇમ લીડર્સ' એ શ્રેષ્ઠીઓની નાનેરી નોંધ રજુ કરે છે. તેમા સ્થાન અપાયેલ દરેક વ્યકિતનું વ્યકિતગત પૂસ્તક તૈયાર થાય તેવા જીવનચરિત્રો તેમના હોવાનું સુભાષ ડોબરીયા (મો.૯૯૦૯૧ ૨૩૪૬૭) એ જણાવેલ.

તસ્વીરમાં પૂસ્તક વિષેની વિગતો વર્ણવતા સુભાષ ડોબરીયા અને બાજુમાં ઇબ્રાહીમ સોની, દર્શના ગોસાઇ, નિરવ મીસ્ત્રી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(4:21 pm IST)