Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રઘુવંશી પરિવાર આયોજીત ''રાસોત્સવ- ૨૦૧૮'' કાર્યાલયનો પ્રારંભઃ ફોર્મ વિતરણ શરૃઃ ૪૪ જગ્યાએથી મળશે

રાજકોટઃ રઘુવંશી સમાજના હૃદય સમાન એવા ''રઘુવંશી પરિવાર''ના વડિલોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા પ્રથમવાર જ નવરાત્રીનું આયોજન થતાં જ યુવાનોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. જન્માષ્ટમીના પાવન તહેવારની પૂર્ણાહૂતી થતા જ તેમજ, ગણેશ મહોત્સવની તૈયારીઓની સાથે જ રઘુવંશી યુવક- યુવતીઓમાં ''રાસોત્સવ- ૨૦૧૮''માં નામ નોંધાવવા માટે ઉત્સાહ જોવા મળેલ. આશરે ૮ થી ૧૦ હજાર ખેલૈયાઓ રાસ રમી શકે, એવા વિશાળ ગ્રાઉન્ડમાં અદ્યતન સાઉન્ડ સીસ્ટમ અને રંગબેરંગી લાઈટોની રોશની વચ્ચે રઢીયાળી રાતે રોજબરોજ નીત નવા મોંઘેરા ઈનામો, પ્રિન્સ- પ્રિન્સેસ વિજેતાઓ, તેમજ વેલ ડ્રેસમાં સીનીયર- જુનીયર અને બાળ ખેલૈયાઓને ધ્યાનને લઈને મોંઘેરા ઈનામો આપવામાં આવશે.

આ સમગ્ર આયોજનમાં ગુજરાતના સુપ્રસિધ્ધ સાજીંદાઓ, વાદકો, ગાયકો ખેલૈયાઓને પ્રાચીન- અર્વાચીન ગરબા, ગીતો અને સંગીતની સાથે મન મુકીને રાસ રમાડવાની તૈયારીનો પ્રારંભ કરી ચુકયા છે.

ખેલૈયાઓના અભૂતપૂર્વ ઘસારાને ધ્યાને લઈને અકિલા- રઘુવંશી પરિવાર ''રાસોત્સવ-૨૦૧૮'' મધ્યસ્થ કાર્યાલય, ૧૮- સરદારનગર, પૂજારા ટેલીકોમવાળી શેરીમાં, તદ્ઉપરાંત રાજકોટના વિવિધ રાજમાર્ગો પર આવેલા રઘુવંશી સમાજના શો- રૂમ, દુકાનો તથા ઓફિસો પર ફોર્મનું વિતરણ તા.૬થી શરૂ કરવામાં આવેલ છે, જેનાં નામ - સરનામાં નીચે મુજબ છે.

(૧) શોપિંગ પોઈન્ટ (રેમન્ડ શો રૂમ)- લાખાજી રાજ રોડ, ભારત બેકરી પાસે, (૨) જલારામ સાડી- જલારામ ચોક, (૩) જલિયાણ હોલ- મવડીપ્લોટ, (૪)બાલાજી કોલ્ડડ્રિંક- કોઠારીયા રોડ, હુડકો પોલીસ ચોકી સામે, (૫) મનુભાઈ જોબનપુત્રા- દેવપરા શાક માર્કેટ અંદર, (૬) પુનિત ટ્રેડલીક- ભકિતનગર સ્ટેશન રોડ, (૭) મનોજભાઈ ચતવાણી- c/o. ગણેશ ટ્રાવેલસ, ખોડીયાર કોમ્પલેક્ષ, બાલક હનુમાન ચોક, પેડક રોડ, (૮) અંકુર સેલ્સ- વ્યાયામ શાળાની સામે, લોહાણાપરા, (૯) શ્રી રામ મોબાઈલ- બ્રહ્મસમાજ ચોક, રૈયારોડ, (૧૦) જલારામ ફરસાણ- એસ.કે. ચોક, ગાંધીગ્રામ, (૧૧) યુગમેડિકલ સ્ટોર- નિર્મલા રોડ, હનુમાન મઢી પાસે, (૧૨) ડ્રેસવાલા- ૧૫૦ રિંગ રોડ, બીગબઝાર પાસે, (૧૩) રાજદીપ કોલ્ડડ્રિંક- રેષકોર્સ રોડ, એ.જી. ઓફીસ પાસે/ લાખાજીરાજ રોડ ખડપીઠ ચોક, (૧૪) સદ્દગુરૂ સિઝન સ્ટોર- કિરીટભાઈ પાંધી, કરણપરા ચોક, (૧૫) શ્રીરામ મોબાઈલ- લોધાવાડ ચોક, પરિશ્રમ પ્લાઝા સામે, મંગળા રોડ, (૧૬)ભાવેશ એજન્સી- યુનિવર્સિટી રોડ, સોની વાડી, (૧૭) પાર્થમોબાઈલ- આનંદ બંગલા ચોક, (૧૮) જાગનાથ કોલડ્રીસ- જાગનાથ ચોક સામે, યાજ્ઞીક રોડ, (૧૯) વસંત સાઉન્ડ- પરાબજાર, (૨૦) પ્રતાપ સિઝન સ્ટોર- જંકશન પ્લોટ મેઈન રોડ, (૨૧) ભગત મોરારજી કેશવજી- ધર્મેન્દ્ર રોડ, (૨૨) કૈલાશ ફરસાણ- પંચાયત નગર ચોક, યુનિવર્સિટી રોડ, (૨૩) વજુભાઈ પેંડાવાળા- ઘી કાંટા રોડ, કંદોઈ બઝાર ચોક, (૨૪) શ્રી હરી ભગત- ગુંદાવાડી મેઈન રોડ, (૨૫) બોદાણી સાઉન્ડ- મિલપરા મેઈન રોડ, (૨૬) નીતિનભાઈ પાંધી-c/o. સદ્દગુરૂ હોઝીયેરી, ૧૯- ગુંદાવાડી મીરા કોમ્પલેક્ષ, (૨૭) વસંત સાઉન્ડ- ૮૦ ફુટ રોડ મેઈન રોડ, (૨૮) હરેશભાઈ રાયચુરા- સહકારનગર રોડ, (૨૯) ગોકુલ પ્રોવિઝન સ્ટોર- રામનગર શાકમાર્કેટ, ગોંડલ રોડ, (૩૦) બેબી લેન્ડ- પંચવટી રોડ, (૩૧) બેબી લેન્ડ, નાના મહુવા રોડ, શાસ્ત્રી નગર સામે, (૩૨) ધારા ફુટવેર- ગોલ્ડન સુપર માર્કેટ સામે, સાધુવાસવાણી રોડ, (૩૩) હોટેલ યુરોપાઈન- જીતુલભાઈ કોટેચા, સાંગણવા ચોક, કોટક શેરી, (૩૪) કોમલ હેન્ડીક્રાફટ- બંગડી બજાર, (૩૫) જલારામ ચિકી- ઈન્દિરા સર્કલ, યુનિ.રોડ, (૩૬) જલારામ ચિકી- સોની બજાર, (૩૭) જલારામ ચિકી- લીમડા ચોક, (૩૮) ગણેશ ટ્રેડિંગ- શ્રદ્ધા માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, (૩૯) મોન્જીનીસ- આઈ.સી.આઈ.સી.આઈ. બેંક પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ, (૪૦) શ્રી રામ જનરલ સ્ટોર- રાજકૃતિ એપામેન્ટ, એરપોર્ટે રોડ, (૪૧) આદિત્ય ઓપ્ટીકલ- કરણસિંહજી મેઈન રોડ, મઢુલી ચોક, (૪૨) બિગબાઈટ- રેસકોર્ષ રોડ, (૪૩) ગોકુલ જનરલ સ્ટોર- સંતકબીર રોડ, પુલ પાસે, મંદિર પાસે, (૪૪) ડ્રેસ વાલા- યાજ્ઞિક રોડ

ફોર્મ ભરીને પરત આપવા માટેનું સ્થળઃ- રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય ૧૮, સરદારનગર, સરદારનગર મેઈન રોડ, પૂજારા ટેલિકોમની બાજુની શેરી રાજકોટ. વધુ માહિતી માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૭)

(4:20 pm IST)