Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બીનહરીફ : પ્રમુખ હિતેન્દ્રભાઇ પંડ્યા : મંત્રી ડો. કડછા

રાજકોટ, તા. ૮ :  રાજકોટ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની તા. ૯-૯-ર૦૧૮ના યોજાનારી ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઇ પંડયા, મંત્રી તરીકે ડો. લીલાભાઇ ફડછા તથા ઉપપ્રમુખ તરીકે દેવેન્દ્રભાઇ દવે સહિત તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો બિન હરીફ જાહેર થયેલ છે.

પ્રવિણભાઇ નંદાણીયા-સહમંત્રી, પ્રવિણાબેન આટકોતિયા-સંગઠનમંત્રી, હીૈતેન્દ્રભાઇ કપુરિયા, નિલેશભાઇ તન્ના, જયંતીલાલ પ્રાંભર, સ્નેહલભાઇ માવાણી, પરેશભાઇ જાની, નીતિનભાઇ બગથરીયા, દિપકભાઇ નથવાણી, અરજણભાઇ કછોટ, ઉદયભાઇ નિમ્બાર્ક, શૈલેષભાઇ સોજીત્રા, હરેશભાઇ વાઘડિયા, હીનાબેન વેકરિયા, કલ્પેશભાઇ ભોરણીયા, વિજયભાઇ કણજરીયા, કમલેશભાઇ દાવડા (કારોબારી સભ્ય)  જાહેર થયેલ છે. 

આમ સંઘની સમગ્ર બિનહરીફ જાહેર થતા ઉ.મા. શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો તેમજ આગામી તા. ૯-૯-૧૮નાં રોજ સવારે ૧૦ કલાકે સગ્રામજી હાઇસ્કુલ, ગોંડલ ખાતે યોજાનારી સંઘની સામાન્ય સભામાં શિક્ષકોના પ્રશ્નો  અંગે માર્ગદર્શન તથા આગામી વર્ષ માટે આયોજન ચર્ચા-વિચારણા અને જરૂરી ઠરાવો કરવામાં આવશે. (૯.૧૦) 

 

(4:20 pm IST)