Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કોઠારીયા રોડ પર ''નાગરાજ ગણેશજી'' બિરાજશે

કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા ૧૩માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજનઃ વર્ટીકલ ગાર્ડનના ફુલોનો શણગારઃ વાજપેયીજીને શ્રધ્ધાસુમનઃ ભારતમાતાની વિશાળ મૂર્તિ બનાવાશેઃ ઘરની પસ્તીને અનુદાન આપવા અનુરોધ

રાજકોટ,તા.૮: શ્રી કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન (કોઠારીયા મેઈન રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગ પુલ સામે રાજકોટ) દ્વારાક છેલ્લા ૧૩ વર્ષથી ''કોઠારીયા રોડ કા- રાજા'' શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ આબેહુબ શ્રી નાગરાજ ગણેશજીનું સ્થાપન તેમજ વર્ટીકલ ગાર્ડનના ફૂલો દ્વારા ભવ્યતાતિભવ્ય શણગાર કરવામાં આવશે. સાથો સાથ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાસુમન અને ભાવાંજલી પાઠવવાનું આયોજન કરેલ છે.

કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ શ્રી ગણેશ પૂજન- આરતી, આદિશકિત પૂજન, જન્માષ્ટમી મહોત્સવ, લોકડાયરો, વૃક્ષારોપણ, રકતદાન શિબિર, બેટી બચાવો અભિયાન, રાષ્ટ્રિય મહાપર્વોની ઉજવણી સર્વરોગ નિદાન કેમ્પ, વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે વિવિધ હરિફાઈઓ, વ્યસન મુકિત અભિયાન, સફાઈ ઝુંબેશ જેવા વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવે છે. તેમજ આ વર્ષથી ભારત માતાની વિશાળ મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે. જેના માટે સૌએ પોતાના ઘરની પસ્તીનું અનુદાન કરવા અપિલ કરાઈ છે.

ધર્માત્સવને સફળ બનાવવા માટે હિરેનભાઈ ગોસ્વામી (મો.૯૯૦૪૦ ૮૮૬૫૭), બકુલ ચોટલીયા, નિષીતભાઈ અઘેરા, ઘનશ્યામ વાઢેર, નિલેષભાઈ ચાવડા, સંજયભાઈ પરમાર, હિરેન સોજીત્રા, હરેશભાઈ રાઠોડ, હિતેશભાઈ પરમાર અને અજય બારડ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૦)

 

(4:20 pm IST)