Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કાલે ભીલવાસમાં શિવજીના ભજનો વરસશે

શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સંતવાણીનો કાર્યક્રમઃ આખી રાત ભજનોની રમઝટ ચાલશેઃ યુવા અને સુવિખ્યાત ગાયક જયદેવ ગોસાઈ શિવતાંડવ, શ્રી કૃષ્ણની રાસલીલા, પ્રેમભકિત અને રામ ભજન રજૂ કરી ધર્મપ્રેમીજનોને ડોલવાશે નવું ગીત પણ પીરસશેઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટ,તા.૮: અહિંની સુપ્રસિદ્ધ એવી શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળ દાયકાઓથી ધુનભજનો પીરસે છે. આ ધુન મંડળના ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે સંતવાણીનો કાર્યક્રમ યોજી ઉજવણી કરતા હોય છે.

શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના ૭૨માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે આવતીકાલે તા.૯ના રવિવારના રોજ બપોરે ૧૨ કલાકે બટુક ભોજન રાખેલ છે. ત્યારબાદ રાત્રીના ૯:૩૦ વાગ્યાથી ૩- ભીલવાસમાં આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે.

આ સંતવાણીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના નામાંકીત અને યુવા ગાયક જયદેવ ગોસાઈ, ક્રિષ્ણની રાસલીલા, શિવતાંડવ, શ્રી કૃષ્ણના પ્રેમભકિતના ગીતો, રામભજન ભાવ તેમજ ભગવાન ભોળાનાથના ભજનો પીરસી જમાવટ કરશે. આ સાથે તેઓ અનેક ભકિત ગીતો રજૂ કરશે.

જયદેવ ગોસાઈનું એક નવું ગીત જેનું નામ છે હિન્ડોળો આ ગીત જે આગામી દિવસોમાં રિલીઝ થવાનું છે. જે તેઓ આવતીકાલે પીરસવાના છે. આ યુવા ગાયક કલાકારે નાની ઉંમરમાં મોટી નામના મેળવી છે. તેઓએ પોતાના અવાજનો જાદૂ દેશ- વિદેશમાં પાથર્યો છે. અનેક કાર્યક્રમો કરી ચુકયા છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સુપ્રસિદ્ધ ગાયક જયદેવ ગોસાઈ તેમજ શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના હોદ્દેદારો સર્વેશ્રી મહંત અમૃતગીરી ગોસાઈ, પ્રમુખ મહેશભાઈ વાગડીયા, ઉપપ્રમુખ ધર્મેશગીરી ગોસાઈ (મો.૭૫૭૫૦ ૩૦૪૭૪), ખજાનચી રાજુભાઈ વાઘેલા, વિનોદભાઈ મુલીયાણા, હસમુખભાઈ મે, જાદવભાઈ મે., રાજુભાઈ વાગડીયા, કાંતીભાઈ મુલીયાણા અને કાન્તીભાઈ એચ.મુલીયાણા અને કાન્તીભાઈ એચ.મુલીયાણા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૨)

(4:18 pm IST)