Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મુખ્યમંત્રીનો આભાર માનતા ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ, તા. ૮ :. રાજકોટના આજી ડેમને સતત ત્રીજી વખત નર્મદા નીરથી ભરી દેવાનો પ્રજાલક્ષી નિર્ણય લઈ અને રાજકોટવાસીઓને પાણીની સમસ્યામાંથી મુકત કરાવનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે રાજ્યનાં મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પૂર્વ મેયર ધનસુખ ભંડેરી તથા ભાજપના પ્રદેશ અગ્રણી અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન નિતીનભાઈ ભારદ્વાજે આભારની લાગણી વ્યકત કરી છે.

આ તકે શ્રી ભંડેરી તથા શ્રી ભારદ્વાજે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, અગાઉ સૌની યોજના હેઠળ યુદ્ધના ધોરણે આજી ડેમ સુધી નર્મદા નીર પહોંચાડવા પાણીની પાઈપ લાઈનો નંખાવી આજી ડેમને ૨૦૧૭ના જૂન મહિનામાં સૌ પ્રથમ વખત ભરી દેવાયેલ તેની પાછળ મુખ્યમંત્રીના અથાગ પ્રયાસો હતા. ત્યાર બાદ એપ્રિલ-૨૦૧૮મા આજી ડેમનું તળીયુ દેખાઈ જતા બીજી વખત આજી ડેમમાં નર્મદ નીર ઠાલવવામાં આવ્યા અને હવે આજે સતત ત્રીજી વખત આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાનો પ્રારંભ થયો છે. આમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હૈયે હંમેશા રાજકોટનું હીત રહ્યુ છે અને તેઓ ખરા અર્થમાં પાણીદાર મુખ્યમંત્રી સાબિત થયા છે તેમ અંતમાં શ્રી ભંડેરી તથા ભારદ્વાજે જણાવ્યુ હતું.(૨-૨૩)

(4:16 pm IST)