Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સ્વામીનારાયણ ગુરૂકુલમાં પ૬માં બ્રહ્મસત્રાની ભીવભીની પૂર્ણાહુતીઃ

સ્વામિનારાયણ ગુરૂકુળમાં ૫૬માં બ્રહ્મભીના બ્રહ્મસત્રની પૂહાહિૂત સંતવુંદ તથા વિશાળ ભાવિક ભકતો ભાઇ-બહેનોની વિશાળ હાજરીમાં થઇ હતી. પૂ. સદગુરૂ શાસ્ત્રી ધર્મજીવન દાસજી સ્વામીએ આજથી ૫૬ વર્ષ પહેલા બ્રહમસત્રમાં ભકિતના અને સત્સગના રંગે રંગવા રાજકોટ ગુરૂકલના કારણે શરૂઆત કરી હંમેશા પવિત્ર શ્રાવણમાસમાં અંકાતિક પવિત્ર સંતોની સ્વભાવો અને વાસનાને નિર્ર્મલ કરવા અને બ્રહમરૂપ થઇ પરબ્રહ્મજી આરાધના કરવા આ બ્રહ્મસત્ર શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુર સુંદરથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે. ચાલુ વર્ષ બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.  વડીલ સંતો પ.પૂ શ્રી ઘનશ્યામ-જીવનદાસજી સ્વામી પ.પૂ પુરાણી સદ્ગુરૂ પુરાણી જ્ઞાન સ્વારૂપદાસજી સ્વામી, પ.પૂ સહ.સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી દાસજી સ્વામી વગેરે સંતોના માર્ગદર્શન અને શહબર નીચે બ્રહ્મસત્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પોથીયાત્રા યોજવામાં આવેલ જેમાં વિશાળ સંખ્યાનાં સંતો-હરિભકતોએ રાસ રમતાં અને ધુન કીર્તનની રમઝટ બોલાવી હતી.  સ્વામી મહારાજને સુંદર પાલખીમાં બીરાજમાન કરાયા હતા. બપોરના સેશનમાં શ્રીમદ્ સત્સંગિજીવન હથાપારાગણનો લાભ સુમધુર શૈલીમાં પ.પૂ પુરાણી શ્રી અમુત જીવન દાસજી આપ્યો હતો. બ્રહ્મસત્રનાં રાત્રીના સમયે પણ વિવિધ આયોજનો દરરોજ કરવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસે ગુરુકુલ-રાજકોટ સ્થાપક પ.પૂ શાસ્ત્રીજી ગુરૂદેવ મહારાજના પૂરજ સપ્તર્ષિઓ વિશે પુરાણી વિશ્વમંગલ સ્વામીએ એલઇડી ઉપર કમ્પ્યુટરના શહેર સુંદર કરી ના ર્દશ્ય ચિત્ર ખડું કયું હતું. દ્વિતીય દિવસે વચનામૃત પ્રશ્નોતરી રાખવામાં આવેલ તૃતીય દિવસે શ્રી કુષ્ણ પ્રાગટયોત્સવ રાસ તથા જોબનપગી અને સુદામાના નાટક સાથે ઉજવવામાં આવેલ ચતુર્થ દિવસે અંત્યાક્ષરીનો કાટહિતી રાખેલ. પાંચમાં દિવસે આધ્યામિમ પ્રશ્નોનું સમાધાનએ અંગે યુવાનો સંતોએ સ્પષ્ટ કરી પ્રશ્નોના ઉતરો આપ્યા હતા. આ પ્રસંગ્રે શાસ્ત્રી અચલ જીવનદાસજી સ્વામી, શાસ્ત્રી નિર્મુણ જીવનદાસજી સ્વામી ભંડારી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી વગેરે સંતોએ આધ્યાતિમર પ્રવચન કર્યા હતી. સમગ્ર બ્રહ્મસત્રના મુખ્ય યજમાન પદે પ.ભ.શ્રી રવજીભાઇ દામજીભાઇ ભોરણિયા, (મોરબી) તથા નરેન્દ્રભાઇ આત્મારામભાઇ પટેલ,(અમદાવાદ)રહ્યા હતા.  તથા પારાપણના યજમાન પદે ડો. પંકજભાઇ પરમાનંદભાઇ થોરિયા (રાજકોટ), શ્રીમદ સત્સંગિજીવન સંહિત પાઠના યજમાન તરીકે, લલિતભાઇ નાગજીભાઇ દેવશીભાઇ જેસડિયા, તથા રમેશભાઇ લાધાભાઇ ચાંગાણી તથા શ્રી મેધજીભાઇ ચાગાણી રહ્યા હતા. દૈનિક ભોજન પ્રસાદના યજમાન તરીકે મોહનબાપાની સ્મુત્રિમાં રામભાઇ, મણીભાઇ, મગનભાઇ, પટેલ(અરોડા), શ્રી લાલજીભાઇ પટેલ, શ્રી હરેશભાઇ જીવરાજભાઇ મહેતા, વનમાળીભાઇ નરશીભાઇ પટેલ, મગનભાઇ પોપટભાઇ વધાસિયા રહ્યા હતાં. જન્માષ્ટમીના દિવસે પંચાજીરીના યજમાન તરીકે શીવલાલભાઇ નારાયણભાઇ કોરાટ(મીતલ કોપર ઇમ્ડસ્ટ્રીઝ)રહ્યા હતા.(૨૨.૧૧)

(4:12 pm IST)