Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી

 રાજકોટઃ રાજકોટની જાણીતી રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણજન્મના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ઇન્ટરનેશલ સ્કુલમાં નર્સરીથી ધોરણ ૮ સુધી અભ્યાસ કરતા બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીના સફળ આયોજન બદલ સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને પ્રિન્સીપલ દિવ્યાબેન ભટ્ટ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવ્યા હતા.(૬.૨૪)

(4:11 pm IST)