Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઠક્કરબાપા હરિજનવાસમાં તિનપત્તી રમતાં ૧૦ પકડાયાઃ ૪૦ હજાર કબ્જે

રાજકોટ તા. ૮: ઠક્કરબાપા હરિજનવાસમાં પોલીસે દરોડો પાડી ૧૦ શખ્સોને જૂગાર રમતાં પકડી લીધા હતાં. પ્ર.નગર પોલીસે ઠક્કરબાપા હરિજનવાસ-૩૬ કવાર્ટર નં. ૩માં રહેતાં જેની જીણાભાઇ વાઘેલા (ઉ.૪૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા સુભાષ મગનભાઇ વાઘેલા (ઉ.૪૨), સોમજી ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૫૦), દેવજી ટપુભાઇ વાઘેલા (ઉ.૫૪), લક્ષમણ આંબાભાઇ નાધેરા (ઉ.૫૫), સંજય રૂડાભાઇ ઝાલા (ઉ.૪૩), બાદલ નરસીભાઇ વાઘેલા (ઉ.૪૩), હરિશ ભરતભાઇ વાઘેલા (ઉ.૩૧), સાજન બટુકભાઇ વાઘેલા (ઉ.૨૭), પ્રફુલ મીઠાભાઇ શીંગાળા (ઉ.૩૮) (રહે. બધા ઠક્કરબાપા હરિજનવાસ તથા પરસાણાનગર)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૪૦૫૩૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ગોસાઇ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, હેમેન્દ્રભાઇ વાધીયા, પ્રદિપસિંહ ગોહિલ, મનજીભાઇ ડાંગર, જયેન્દ્રસિંહ પરમાર સહિતે દેવશીભાઇ, મોહસીન ખાન, અરવિંદભાઇ અને હેમેન્દ્રભાઇની બાતમી પરથી દરોડો પાડ્યો હતો. (૧૪.૮)

(4:10 pm IST)