Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સોમાએ નાફેડમાંથી મગફળી ખરીદીનો કર્યો ઇન્કાર :માલની અછત અને તેલના ભાવ વધવાની શકયતા

નાફેડના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નો રજૂ કરાયા હતા છતાં મુશ્કેલી થતી હોવાનું જણાવી સોમાએ મગફળી ખરીદીનો બહિષ્કાર કર્યો

રાજકોટ :સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશન (સોમા) અને સિંગદાણાના ઉત્પાદકો હવે નાફેડના નિયમોથી કંટાળી ગયા છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં નાફેડમાંથી મગફળી ખરીદવા મુશ્કેલી પડી રહી છે. જે સંદર્ભે નાફેડમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બહિષ્કાર કરતી જાહેરાત સોમાના પ્રમુખ સમીર શાહે કરી હતી

 જાણકારોના માનવા મુજબ આવા નિર્ણયથી આગામી દિવસોમાં મગફળીની અછત સર્જાશે અને લાંબે ગાળે તેલના ભાવમાં વઘારો જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

  સમીર શાહે આ અંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ નાફેડના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નો રજુ કર્યા હતાં. જેમાં કોઇ મુશ્કેલી નહીં રહે તેવી ખાતરી આપવામાં આવી હતી. છતાં ટેકાના ભાવે ખરીદી કરીએ ત્યારે સમયસર માલ પહોંચતો નથી. તેના બિલ પણ સમયસર મળતાં નથી. નાફેડ તેના મનમાનીના નિયમ મુજબ વેચાણ કરી રહ્યાં છે જેને લઇ સિંગદાણાના ઉત્પાદકો અને સોમાને ભારે તકલીફ પડી રહી છે.

(12:41 pm IST)