Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હાથમાં ઈમાનદારી અને હાર્ટમાં પ્યાર રાખો- ક્રાંતિકારી સંત પારસમુનિ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સાહેબે પર્યુષણ પર્વના તૃતિય દિવસે 'આનંદ કા એકસીલેટર' વિષય પર ચિંતનીય પ્રવચન ફરમાવતા શ્રી પંતનગર સ્થા.જૈન સંઘમાં  જણાવાતા કહેલ કે જીવનયાત્રાને આનંદયાત્રા બનાવવી હોય તો પારિવારીક સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કરો. જીવનયાત્રા ત્યારે જીવન યાતના બની જાય છે, જયારે માનવ- માનવ વચ્ચે પ્રેમ નથી દેખાતો, માનવ- માનવને સહકાર નથી આપતો, માનવ- માનવને સહાનુભુતિ નથી આપતો. માણસને પ્રેમ, સહકાર, સાહનુભુતિ આત્મીયતાની પ્રાપ્તિ પરિવારથી થાય છે.

ખરાબ આદતોથી બચો, કયારેક તમારા ખોટા અને ખરાબ શોખ આપના પૂરા પરિવારને  શોકમાં ડૂબાડી દેશે.

સંસારના એે.ટી.એમ. માંથી  પ્રેમ, શાંતિ અને આનંદનું ધન કાઢવા માટે નો પાસવર્ડ છે, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન તમને તમારી સાથે જોડશે, પ્રાર્થના તમને પરમાત્મા સાથે જોડશે.

હાથમાં ઈમાનદારી રાખો અને હાર્ટમાં કરૂણા, પ્યાર. માણસ દુઃખમાં કામ આવવો જોઈએ, ખુશીમાં તો હીજડા પણ નાચવા આવી જાય છે. પરિવારનું નિર્માણ ધન થી નહીં, પ્રેમ અને સમજણથી થાય છે. જો તમે તે સમયે આનંદિત રહી શકો. જયારે તમે સંપૂર્ણ તૂટી ગયા હો, તો સમજી લે જો કે દુનિયામાં કોઈ તમને કયારેય તોડી નહીં શકે. જરૂર નથી કે બીમાર પડવાનું કારણ કોઈ બીમારી જ હોય, લોકો તો બીજાની ખુશી જોઈને પણ બીમાર થઈ જતા હોય છે.(૩૦.૨)

 

(12:09 pm IST)