Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઓરી-રૂબેલાના રસીની જાગૃતી માટે ધાર્મિક અગ્રણીઓ સાથે મહાપાલિકાની મીટીંગ

રાજકોટ તા.૬: રાજ્યમાં ૧૬ જુલાઇથી શરૂ થયેલ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત અમલીકરણ દ્વારા ત્રણ (૩) લાખ બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે.૨૦૨૦ સુધીમાં રાજકોટને ઓરી મુકત કરવા તથા રૂબેલાથી નિયંત્રિત કરવા ઓરી અને રૂબેલાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના ૯ માસથી ૧૫ વર્ષના તમામ બાળકોને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ ટકા ઓરી રૂબેલાનું રસીકરણ કરવા શહેરી વિસ્તારમાં ગેરમાન્યતા તથા જાગૃતિના અભાવે બાકી રહેલ જુદા જુદા ધાર્મિક સમુદાયના બાળકોનું ૧૦૦ ટકા રસીકરણ કરવા ધાર્મિક અગ્રણીઓ, ધર્મગુરૂઓની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગ ડે.કમિશનર શ્રી જાડેજા તથા શ્રી ગણાત્રાની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. જેમાં હબીબીભાઇ ગનીભાઇ કટારીયા, હાજી અલ્તાફહુસેન કાસદીયા, સૈયદ એજાજબાપુ બુખારી, સોયેબ ખોખર,  ફારૂક બાવાણી, બાબુભાઇ યુસુફભાઇ, સલીમભાઇ અલારખાભાઇ, જુમાભાઇ સાનીયા, વસીરભાઇ સમા, હાજી ગફારભાઇ ઇશાભાઇ કરગથરા, હાજી સુલતાનભાઇ, મહમદભાઇ હાસમભાઇ, હાજી વરકસાબાપુ કાદરી, ફારૂકભાઇ મુસાણી, સૈયદ અહેમદઅલી કાદરી, મોટાણી ઓસમાણભાઇ, સલીમભાઇ મેમણ, મૌલાના હાજી અકરમબાપુ, દિલ મોહમદ, મહમદ અલી મુગલ, સૈયદ મહેબુબબાપુ કાદરી, ડો.મુસ્તાકભાઇ કાદરી, ડો.અબ્દુલભાઇ બેલીમ, અલ્તાફભાઇ બેલીમ, અલ્તાફભાઇ ચીચોંદરા, તોસીફભાઇ રજાન, જાકીરભાઇ મુસાણી, નુરૂખાન અનવરખાન પઠાણ, રફીકભાઇ બેલીમ, શાહબાજ કાજી, હસુભાઇ છાટબાર, સલીમભાઇ મકરાણી,  સહિત ૩૧ ધાર્મિક અગ્રણીઓ અને ધર્મગુરૂઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે યાદીમાં જણાવાયું હતું.(૩.૧૩)

(3:56 pm IST)