Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શ્રી રામેશ્વર મહાદેવ : ગીતા વિદ્યાલય પરિસરમાં શિવજીનો આખા પરિવાર પુજાય છે : શ્રાવણમાં વિશેષ શોભા-સત્સંગ

રાજકોટ : જંકશન પ્લોટ ખાતે પૂ. મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ૪૫ વર્ષ પહેલા સ્થાપવામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કે જયાં આખો શિવપરિવાર બિરાજમાન છે. ગણપતિ, કાર્તિકેય, શીવ, પાર્વતીજી, મોર, મુષક આ મંદિરમાં પુજાય છે. સાથે શ્રીકૃષ્ણ, બદ્રીનાથજી, જગન્નાથજી, શ્રી અંબીકામાતા, શ્રી સરસ્વતી દેવી, શ્રી અન્નપુર્ણા દેવી, શ્રી લક્ષ્મીનારાયણ દેવી, શ્રી જલારામબાપા, ભકત નરસિંહ મહેતા, શ્રી હનુમાનજી, શ્રી યોગેશ્વર, શ્રી ગાયત્રી માતા, શ્રી રણછોડદાસજી બાપુ, શ્રી ગુરૃનાનક સાહેબ વગેરેના મંદિરો અહીં એક જ સંકુલમાં આવેલ છે.  હાલ શ્રાવણ માસમાં અનેરી શોભા સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. દરરોજ સત્સંગ તેમજ ઓમકાર આકારની દીપમાળા આરતી થાય છે. વધુને વધુ લોકોએ દર્શન સત્સંગનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

(4:17 pm IST)