Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વોર્ડ નં. ૪માં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજાની ગ્રાંટમાંથી મંજુર થયેલ પેવિંગ બ્લોક કામનું ખાતમુર્હુત શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૪ કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, અશોકભાઈ લુણાગરીયા, કાળુભાઈ કુગસીયા, દીપકભાઈ પનારા, દિનેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ ગોહિલ, રાજેશ્રીબેન માલવીયા, દિલીપભાઈ બોરીચા, હિતેશભાઈ મઠિયા, રવિભાઈ ગોહિલ, ભાવેશભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ વાંક, સંજયભાઈ ઉઘરેજા, રવિભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)