Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીઓ મનપાની મુલાકાતે

રાજકોટ : શ્રીમતી કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજનાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને બેચલર ઓફ સોશિયલ વર્કના અભ્યાસ ક્રમની સેમેસ્ટર ૧ની વિદ્યાર્થીનીઓને અભ્યાસ ક્રમના ભાગરૃપે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાની જાણકારી મળી રહે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંકરવામાં આવતી વિવિધ કામગીરીથી માહિતીગાર થાય તે હેતુસર સમાજ કાર્યવિભાગનાફિલ્ડ ઓફિસર ભવદીપભાઈ ત્રિવેદીનાંઆયોજનથી મુલાકાત લેવામાં આવેલ હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાની જાણકારી ફશ્ન્પ્ મેનેજર શાંતિલાલ બથવાર દ્વારા આપવામાં આવેલ હતી. તેમજ મહાનગરપાલિકાનું વહીવટી માળખું તથા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રોજેકટ શાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરશ્રી દીપ્તિબેન આર. આગરીયા દ્વારા માહિતીગાર કરવામાં આવેલ હતા. સાથો સાથ 'હર ઘર તિરંગા' કાર્યક્રમની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીમાં સામેલ થઇ દરેક ઘર પર રાષ્ટ્ર ધ્વજ આદર પૂર્વક લહેરાવવા વિદ્યાર્થીઓને જણાવેલ હતું. આ કામગીરીને સફળ બનાવવા પ્રોજેકટ શાખાના આસી.મેનેજર કે.ડી.વાઢેરનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ શાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર આર.એ.મુનિયા, એન.આર કાથડ તથા ટી.બી. જાંબુકિયાએજહેમત ઉઠાવેલ હતી.

(4:12 pm IST)