Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

એકટીવા રેઢુ પડેલુ જોઇ હસમુખ પીઠવાએ ચોરી કર્યુઃ માલવીયાનગર પોલીસે દબોચ્યો

કૃષ્ણનગર મેઇન રોડ પરથી ઝડપી લીધોઃ ફેરવવા માટે એકટીવા ચોરી કર્યાનું રટણ

રાજકોટ, તા.૮: મવડી રોડ પર કૃષ્ણનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે પ્રૌઢને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી તથા મહેશભાઇ ચાવડાને બાતમી મળતા કૃષ્ણનગર મેઇન રોડ રવેચી હોટલ પાસેથી જી.જે.૩એમસી-૬૧૭૪ નંબરના ચોરાઉ એકટીવા સાથે હસમુખ રતીભાઇ પીઠવા (ઉ.વ.૫૫) (રહે. ભોલેનાથ સોસાયટી શેરી નં.૪)ને પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતે ગોંડલ રોડ ઓવરબ્રીજ પાસે ગેરેજ ચલાવે છે. ગેરેજ નજીક એકટીવા રેઢુ પડેલુ જોઇ ફેરવવા માટે ઉઠાવ્યુ હોવાનું રટણ કરી રહ્યા છે. આ કામગીરી પી.આઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્સ મસરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, કોન્સ હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, અંકીતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, અને હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

(4:14 pm IST)