Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પામોલીન તેલમાં ૪૦ રૂા. અને કપાસીયા તેલમાં ૧૦ રૂા.નો ઉછાળો

રાજકોટ,તા. ૮ : હાજર માલની અછતના કારણો આજે પામોલીન તેલ અને કપાસીયા તેલના ભાવમાં ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં આજે બજારો ખુલતાની સાથે જ પામતેલમાં ૪૦ રૂા. નો ઉછાળો થયો હતો. પામતેલ લુઝના ભાવ ૧૧૯૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૨ વાગ્‍યે ૧૨૩૦ રૂા. ભાવ બોલાયા હતા. પામતેલ ટીનના ભાવ ૧૯૮૫ થી ૧૯૯૦ રૂા. હતા તે વધીને ૨૦૨૫થી ૨૦૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

પામતેલની સાથે કપાસીયા તેલમાં પણ રૂા. ૧૦ વધ્‍યા છે. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૦૦ રૂા. હતા તે વધીને ૧૪૧૦ રૂા. અને કપાસીયા ટીનનાં ભાવ ૨૨૪૦ થી ૨૪૯૦ રૂા. હતા. તે વધીને ૨૪૫૦ થી ૨૫૦૦ રૂા. થયા હતા. બપોર સુધીમાં અન્‍ય કોઇ ખાદ્યતેલોના ભાવોમાં વધઘટ ન હતી. 

(3:53 pm IST)