Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મારામારી - એટ્રોસીટીના કેસમાં પડકાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૮: મારામારી તથા એસ્‍ટ્રોસીટી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ અંગેની વિગત મુજબ તા. ૧૦-૧૦-ર૦૧પના રોજ આરોપી કીશન મેર તથા લલીતભાઇ ઉર્ફે લાલો હરીભાઇ રાઠોડનો કેસની માહિતી મુજબ જયનાથ પેટ્રોલ પંપ પાસે, તા. ૧૦-૧૦-ર૦૧પના રોજ આ કામના ફરીયાદી તથા આરોપી વચ્‍ચે એવી રીતે બનાવ બનેલ કે જગનાથ પેટ્રોલ પંપ પાસે આ કામના ફરીયાદી લલીતભાઇ તથા આરોપી કીશન મેર વચ્‍ચે જુની અદાવત હોય તે મુજબ આ કામના ફરીયાદી પેટ્રોલ પુરાવતા હોય ત્‍યારે આરોપી વચ્‍ચે બોલાચાલી તથા મારામારી થયેલ અને આ કામના આરોપીએ છરીના બે ઘા પગના ભાગે તથા પાછળના ભાગે આરોપીએ મારી દીધેલ હોય આ કામમાં બે આરોપી હતા તેમાં એક આરોપીની ધરપકડ થયેલ.

ડીવાયએસપી દ્વારા તપાસ થયેલ તે મુજબ આરોપીએ ફરીયાદીને જાતિ પ્રત્‍યે અપશબ્‍દ કહેલ અને છરીના ઘા મારેલ અને જાતિ અંગે હડધુત કરેલો હોય આ મુજબનો ઝગડો થયેલ જે કેસ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં ફરીયાદી પંચ અને તપાસ કરનાર અધિકારી વગેરેની તથા સાક્ષી સાહેદોની જુબાની લીધા બાદ સંપુર્ણ ટ્રાયલ ચાલી જતાં આ કામના સેસન્‍સ જજ ફાસ્‍ટ ટેક કોર્ટના જજ શ્રી પટેલે આરોપીને તમામ કલમોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી કીશન મેર તરફે એડવોકેટ શ્રી પંકજ એમ. જોષી રોકાયેલ હતા.

(3:22 pm IST)