Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શ્રાવણ માસ ૐ કાર પ્રવણ મંત્ર

ૐ કાર અભિમાનનો નાશ કરે છે અને મહામંગળરૂપ મંત્ર છે તે મંત્રોનો ઊચાર કર્યો છે એટલે કે ૐ કાર દ્વારા મારૂ જ સ્‍મરણ કરાય છે. ૐ કારનો આ મારા ઉતરમુખથી ઊતર પમિ મુખેથી દક્ષિણ મુખથી બિન્‍દુ પૂર્વમુખથી અને નાદ ઊર્ધ્‍વ મુખથી પ્રગટ થયેલ છે. આ ૐ કારમંત્ર થકી જ પંચાક્ષર મંત્ર ઉત્‍પન્‍ન થયો છે. નમઃ શિવાયએ પંચાક્ષર મંત્રમાંથી પાંચ માતૃકાઓ નકાર મકાર આદી ઉત્‍પન્ન થઇ સર્વે વેદો અને કરોડો મંત્ર તેના દ્વારા ઉત્‍પન્‍ન થયા છે. આ મૂળમંત્રથી ભોગ અને મોક્ષ બંન્‍ને મળે છે. જયારે અન્‍ય મંત્રો માત્ર ભોરૂપી ફળ આપનાર છે પુજનમાં ૐ કાર મંત્રે વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર વડે કરવું અને પછી સદા શિવે ગૂરૂ બની બ્રહ્મા તથા વિષ્‍ણુને ૐ કાર મંત્રનો ઉપદેશ ગુરૂને દક્ષિણામાં પોતાનો આત્‍મા અર્પણ કર્યા અને સ્‍તુતિ કરીને નમસ્‍કાર કર્યાૐ કાર પ્રવણમંત્રનો જપ કરવો. અને શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પંચાક્ષર ઘી, દૂધ, મધ, અંતર, જળ, બીલીપત્રથી ભગવાન શંકરનું પૂજન કરવું.

ગામઃ કાળીપાટના શાષ્ત્રી બટુક મહારાજ અને સ્‍વામિનારાયણ મંદીરના પુજારી

મો. ૯૮૯૮૨ ૬૫૯૮૦

(1:17 pm IST)